________________
કોઈ કોઈ સંસ્કૃત સ્તોત્રમાં ઉપર ચર્ચિત વાક્યખંડનો પરામર્શ યા પરિચય જરૂર વરતાય છે, જેનો નિર્દેશ અહીં સંસ્કૃત સ્તોત્ર વિભાગમાં યથાસ્થાને કરવામાં આવશે. આ સિવાય સિદ્ધર્ષિ રચિત શક્રસ્તવ (પ્રાયઃ ઇસ્વી ૧૦મી સદી આરંભ)માં તેમ જ પૂર્ણતલ્લગચ્છીય આચાર્ય હેમચંદ્રના વિતરાગસ્તોત્ર (પ્રાયઃ ઇસ્વી ૧૧૬૦-૧૧૬૫) અંતર્ગત આ “નમોસ્તુ સ્તવનો મુખ્ય અંશ સંસ્કૃત છાયારૂપે જોવા મળે છે, જે દ્વિતીય ખંડ અંતર્ગત યથાસ્થાને દર્શાવવામાં આવશે. (૩) ચતુર્વિશતિ સ્તવ (પ્રાયઃ ઇસ્વી પ્રથમ શતાબ્દી)
સ્થાનાંગસૂત્ર (વર્તમાન સંકલન પ્રાયઃ ઇસ્વી ૩૫૩-૩૬૩)ના છઠ્ઠા સ્થાનમાં, વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમ પરના સ્વોપજ્ઞ ભાષ્ય(પ્રાય ઇસ્વી ૩૫૦-૩૭૫)માં, તેમ જ દેવવાચકના નંદિસૂત્ર (પ્રાયઃ ઇસ્વી ૪૫૦) તથા શિવશર્મા (શિવગંદી વાચક ?)ના પાકિસૂત્ર (પ્રાયઃ ૪૫૦૫00)માં ‘પડું આવશ્યકો'નો અંગબાહ્ય આગમોની સૂચીમાં ઉલ્લેખ થયેલો છે, તેમાં ‘દ્વિતીય આવશ્યક (“વંદના” કિંવા “કૃતિકર્મ”) ગણાતું સંદર્ભગત “આવશ્યક', ચતુર્વિશતિ જિનોની સ્તુતિરૂપે મળે છે. આ સ્તોત્રનું મહત્ત્વ પણ અહીં બીજા ક્રમમાં મૂકેલા “નમોસ્તુ સ્તવ' સમકક્ષ છે અને તેનો ઉપયોગ વિશેષ કરીને સામાયિક અને પ્રતિક્રમણ વિધિ અંતર્ગત થાય છે. પ્રાચીનતમ આગમોમાં પાર્શ્વ, વર્ધમાન, અને પછીથી અરિષ્ટનેમિ સિવાય અન્ય તીર્થકરોનો ઉલ્લેખ નથી, ૨૪ તીર્થકરોના વિભાવનો ક્યારે ઉભવા થયો તે વાત વિચારણીય છે. આર્ય શ્યામ (પ્રથમ) અપરનામ આર્યકાલક (પ્રથમ) (પ્રાયઃ ઇ.સ.૫૦) દ્વારા ત્રણ ગ્રંથો (પ્રથમાનુયોગ, લોકાનુયોગ, અને ચંડિકાનુયોગ) ની રચના થયેલી, જેને બહાલ રાખવા પાટલિપુત્રમાં સંઘ મેળવવામાં આવેલો તેવી નોંધ સંઘદાસ ગણિના પંચકલ્પભાષ્ય (પ્રાયઃ ઇસ્વી પ૫૦) માં મળે છે. તેમાં પ્રથમાનુયોગમાં તીર્થકરોનાં ચરિત્રો આપ્યાં હોવાનું જણાવ્યું છે. સંભવ છે કે સાત પદ્યોમાંથી આરંભે અનુષ્ટ્રમ્ છંદમાં અને પછીના છ પદ્ય માટે આર્યા છંદમાં નિબદ્ધ પ્રસ્તુત “ચતુર્વિશતિસ્તવ' એ મૂળે કાલકાચાર્યના પ્રથમાનુયોગના મંગલરૂપે સર્જાયું હોય, અને પછી ભિન્ન ભિન્ન કાળે રચાયેલા પાંચ અન્ય આવશ્યકોના સૂત્ર-પાઠો સાથે તેને મેળવી પહેલાં ષડૂ આવશ્યકનું સમવાયરૂપે ઘટન થયું હોય અને ત્યારબાદ તે સૌને એકસહ સંકલિત કરી, ઇસ્વીસના પાંચમા શતકના અંત ભાગે, વિશેષ ઉમેરણો સાથે, આવશ્યક સૂત્ર રૂપે રચાયું હોય. અચેલ-ક્ષપણક (બોટિક), અને એથી તેમાંથી સંભવતયા નિષ્પન્ન “યાપનીય પરંપરામાં તથા તેને અનુસરીને મૂલસંઘ (દિંગબર)ની પરિપાટીમાં તો જેમ તત્ત્વાર્થાધિગમસૂત્રમાં છે તેમ ‘પડું આવશ્યક પણ છૂટાં જ ગણાવાયાં છે, એક સૂત્રરૂપે નહીં.
“ચતુર્વિશતિ-સ્તવ'ની શૈલી ઇસ્વીસના આરંભકાળના અરસાની હોવાનું તો લાગે છે. પ્રાચીન જગતી, ત્રિષ્ટ્રભુ, વૈતાલિયાદિ છંદોને બદલે, પછી પ્રશિષ્ટ સંસ્કૃતયુગમાં આવનારા “આર્યા છંદમાં તે નિબદ્ધ થયું હોઈ તેની રચના ઇસ્વીસન્ પૂર્વે થયાનો સંભવ નથી. વિશેષમાં તેમાં પ્રાચીનતમ આગમોમાં નહીં નિર્દેશાયેલા એવા ચોવીસે તીર્થકરોની પણ નામાવલી-પ્રથમ જ વાર-આવી ગઈ હોઈ તે ઇસ્વીસની પ્રથમ શતાબ્દી પહેલાંની રચના હોવાનો સંભવ નથી. સ્તોત્રના પ્રથમ પદ્યમાં કીર્તનવંદનાદિના ભાવો, ત્યારબાદ (પ્રવર્તમાન ઉત્સર્પિણી કાલચક્રના મનાતા) ૨૪ જિનો-તીર્થકરોની નામાવલી, અને છેવટનાં ત્રણ પદ્યોમાં ચંદ્રથી પણ નિર્મલતર, આદિત્યથી અધિક પ્રભાસકર, અને સાગર