________________
આલેખનાર મોરિસ વિન્ટરનિટૂર્ના કથન અનુસાર, પ્રસ્તુત સ્તવ કદાચ ઇસ્વીસની ૯મી શતાબ્દી પહેલાનું હોઈ શકે. આ વિધાન વિચારણીય છે.
સ્તવ પ્રમાણમાં પુરાતન તો છે જ; એથી પ્રાચીન સાહિત્યમાં તેના ઉલ્લેખની શોધ ચલાવતાં નીચે મુજબના સંદર્ભો મળી આવ્યા છે :
(૧) આવશ્યકચૂર્ણિ (પ્રાયઃ ઇસ્વી ૬૦૦-૬૫૦)માં ચૈત્યવંદન-વિધિના ઉપલક્ષમાં તેનો આ પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
__ "ततो आगता चेतियदारं गच्छंति चेइयाई वंदिता ।
संति निमित्तो अजितसंतित्थवो परिपड्ढिज्जति ॥" (૨) એથીયે પૂર્વે સંઘદાસ ગણિના બૃહત્કલ્પભાષ્ય (પ્રાયઃ ઇ.સ.૫૫૦) અંતર્ગત બે આર્યાઓમાં પણ એવી જ મતલબનો ઉલ્લેખ થયેલો છે :
(૩) ઉપરના ઉલ્લેખ પરનું વિવેચન બૃહત્કલ્પવિશેષચૂર્ણિ એવં બૃહત્કલ્પચૂર્ણિ (ઇસ્વી ૬૭૫૭૦૦)માં પણ પ્રાપ્ત થાય છે.
ते साहुणो चेईयप्पक्खो उवस्स एव वि या होज्जा जइ चेइयघरे तो परिहांयतीहि थुईहिं चेइयाई वंदित्ता आयरियसगासे इरियावहियं पडिक्कमिउं अविहिपरिट्ठावणियाए काउस्सग्गं करेंति । ताहे मंगलसंतिनिमित्तं अजियसंतित्था थ )उ(ओ) तउ (ओ) अत्रे वि दोवए हायंते कटुंति उवस्स वि एवं चेव चेइयवंदणवज्जं ।
विशेषचूर्णिः पुनरित्थं तओ आगमचेयसघरं गच्छति वंदित्ता संतिनिमित्तं अजियसंतित्थ(थ)उ(ओ) परियट्ठिज्जइ । तिन्नि वा थुईउ परिहांयतीउ कड्डिज्जति तउ(ओ) आगंतुं अविहिपरिट्ठावणियाए काउसग्गो कीरइ ।
નંદિષેણ વિરચિત અજિતશાંતિસ્તવ સિવાય એ વિષય પર બીજું તો કોઈ જ પ્રાચીન સ્તવ મળી આવતું નથી. એટલે ઉપર્યુક્ત પ્રમાણોના પ્રકાશમાં સંદર્ભગત સ્તવ જ ભાષ્યકાર અને ચૂર્ણિકારોને અભિપ્રેત હોવાનું જણાય છે અને તે ઇસ્વીસની સાતમી જ નહીં પણ છઠ્ઠી સદીમાં પણ પ્રતિષ્ઠિત હતું અને ચૈત્યવંદન વિધિ સમયે તે ગવાતું યા કહેવાતું હતું. આમ તેની ઉત્તર સીમા છઠ્ઠી શતાબ્દીની નિર્મીત થઈ શકે છે. પણ શું એ એથી પણ વિશેષ પ્રાચીન નહીં જ થઈ શકે? સ્તવમાં ઉપયોગમાં લેવાયેલા છંદોમાંથી કેટલાક ખરેખર પ્રાચીન છે અને પછીથી જોવા મળતા નથી એમ પ્રાચીન છંદશાસ્ત્રના અધ્યયન બાદ પ્રા હરિવલ્લભ ભાયાણીનું કથન છે. એમાંનાં કેટલાંક નામો તો અશ્રુતપૂર્વ છે અને તેમાંથી કોઈ કોઈ ઓળખી ન શકવાના કારણે તેમનાં નામો પશ્ચાત્કાલીન ટીકાકાર દ્વારા ઘડી કાઢવામાં આવ્યાં હોય તેવું પણ પ્રશિષ્ટ યુગના કાવ્યગુણોની ઉપસ્થિતિથી સ્પષ્ટતા થાય છે; પણ ધ્યાનથી જોતાં પ્રસ્તુત પ્રશિષ્ટ યુગના થોડા પાછોતરા તબક્કાનાં લક્ષણો બતાવી રહે છે. કાલિદાસાદિ ગુપ્તયુગના કવિવરોની,
૭૩