________________
નમિઊણસ્તોત્ર(પ્રાકૃત)ના કર્તા, સ્તોત્ર પાર્શ્વનાથની સ્તુતિરૂપ છે અને અંતિમ પદ્યમાં માનતુંગની છાપ છે. નો પઢ નો સ નિસુખરૂં તાળું કફળો ય માત્રાસ, અને એ પદ્ય ખંડથી) એને ભક્તામરકારની જ કૃતિ પ્રાય: માની લીધી છે. પણ એ અનુમાન માત્ર છે. પરંતુ ભક્તામરના ટીકાકાર, રુદ્રપલ્લીયગચ્છના ગુણાકરસૂરિ (ઇ.સ.૧૩૭૦), માનતા હતા કે ભયહરસ્તોત્રના રચયિતા એ ભક્તામરના કર્તા માનતુંગ જ છે. એમના પૂર્વે ભયહરસ્તોત્રના આદિ ટીકાકાર જિનપ્રભસૂરિ (ઇ.સ.૧૩૦૮)નું પણ કંઈક એવું જ કથન છે; અને એમનાથી પણ પહેલાં રાજગચ્છીય પ્રભાચંદ્ર (ઇ.સ.૧૨૭૭)નું તો એ વિષે સ્પષ્ટ વિધાન છે કે તે સ્તોત્ર ભક્તામરસ્તોત્રકાર માનતુંગની જ રચના છે; એમણે તો તેની ઉત્પત્તિ સંબંધમાં એક ટૂંકી દંતકથા પણ દઈ દીધી છે. ભયહરસ્તોત્ર ભક્તામરકારનું છે એ વાત “અનુમાનમાત્ર” હોત તો એ અનુમાન કેવળ આધુનિક શ્વેતાંબર અને નિર્ઝન્થકાર વિદ્વાનોનું જ નથી, પણ મધ્યકાલીન શ્વેતાંબર ગ્રંથકર્તાઓનું પણ છે, અને તેમણે એમની નજર સામે રહેલ આનુશ્રુતિક વૃત્તાંત યા પરંપરાના આધારે એમ લખ્યું હશે. કટારિયા મહાશય તો એને માનતુંગની રચના માનવાના પક્ષમાં હોવાનું જ જણાય છે. સ્તોત્રની ભાષા, શૈલી-લક્ષણો, સંરચના તથા ભક્તામરના અષ્ટ-મહાભયોવાળાં પદ્યો સાથે વૈચારિક તેમ જ વૈધાનિક સમાંતરતા એવં સ્તોત્રના અંતરસ્થ છંદોલયને લક્ષમાં લેતાં તેને ભક્તામરકારની કૃતિ માનવામાં કોઈ બાધા નથી. આખરે અનુગુપ્ત કાળમાં બે અલગ અલગ માનતુંગ આટલી સમાનતા સાથે વિદ્યમાન હતા એમ માનવું પણ કઠણ છે. એવું માનવા માટે મજબૂત ઐતિહાસિક પ્રમાણો મળી જવા આવશ્યક છે.
હવે રહી ભયહરકાર માનતુંગ અને કવિરાજ રાજશેખર (પ્રાયઃ ઇ.સ.૯૦૦) કથિત માતંગ દિવાકરની (પં. અમૃતલાલ શાસ્ત્રીએ કલ્પલ) સાયુજ્જયતિની વાત, જેનું નિર્વહન રાજશેખરે ઉદ્ધત કરેલ નીચેના પદ્ય પર નિર્ભર છે :
अहो प्रभावो वाग्देव्या यन्मातङ्गदिवाकरः ।
श्रीहर्षस्याभवत्सभ्यः समो बाणमयूरयोः ॥ પરંતુ પદ્યસ્થ “માતંગ’ શબ્દનું માનતુંગ’ કરી દેવાથી છંદોભંગ તો થાય છે જ પણ સાથે જ ત્યાં મૂળમાં “માતંગ' જાતિવાચક (સ્મશાનપાલ ચાણ્યાલ)ના અર્થમાં વિવક્ષિત છે, અને દિવાકર” તો કવિનું પોતાનું નામ હોવાનું સૂચિત થાય છે. તે “સિદ્ધસેન દિવાકર'માં છે તે રીતે બિરુદના રૂપમાં નથી. કદાચિત માનતુંગ સાથે “દિવાકર” જોડી દેવામાં આવે તો ત્યાં તે તેમનું બિરુદ બની જાય, જેનું સમર્થન ક્યાંયથીયે મળતું નથી. રાજશેખરના સમયમાં, હર્ષવર્ધનની સભાના સદસ્ય અને શૂદ્ર જાતિના મનાતા “માતંગ દિવાકર'ને ભક્તામરસ્તોત્રકાર “માનતુંગ માનવા માટે ન કોઈ પ્રમાણ ઉપલબ્ધ છે કે નથી કોઈ યુક્તિની ઉપસ્થિતિ, એ તો કોરી કલ્પના જ છે! અમને તો ભક્તામરના માનતુંગ અને ભયહરકાર માનતુંગ એક જ વ્યક્તિ લાગે છે. વસ્તુતયા શંકા કરવાને કોઈ જ અવકાશ નથી.
માનતુંગના યથાર્થ સમયની-તેઓ ઇસ્વી છઠ્ઠી-સાતમી સદીમાં થયા હોવાની-વિગતે છણાવટ અહીં સંસ્કૃત વિભાગમાં ભક્તામર સ્તોત્ર પ્રસંગે કરી છે.