________________
દાખલામાં બતાવી શકે નહીં; એવો સાંગોપાંગ નિર્વાહ શક્ય પણ નથી; પણ વર્ણવિન્યાસ તથા શબ્દશૃંખલાની ચારુતા એવં પદાવલીની સરસતા તો તેનાથી તાદૃશ્ય થઈ શકે છે. અહીં મૂળની સાથે સંસ્કૃત છાયા પણ તુલનાર્થે રજૂ કરી છે.
સ્તોત્રમાં એક-એક મહાભયનું સ્વરૂપ બબ્બે ગાથાઓ દ્વારા અર્થાત્ ચાર ચાર પદોમાં પ્રકટ કર્યું છે; અને છેલ્લી બે ઉપસંહાર ગાથાઓમાં પૂરેપૂરા અષ્ટમહાભયોનાં નામ સમાવી લીધાં છે. ભક્તામરસ્તોત્રમાં પણ ચાર ચાર પદયુક્ત, વસંતતિલકા-છંદમાં, આઠ મહાભયોને આઠ પદ્યોમાં અને પછી તરત જ આવનાર પદ્યમાં આઠે મહાભયો એકત્ર રૂપે રજૂ કરેલા છે. આ ખાસિયત પણ બન્નેના રચયિતા એક જ કવિ, અર્થાત્ પ્રાચીન માનતુંગાચાર્ય, હોવાનું સમર્થન કરે છે. મહાભયો તો પછીનાં અનેક શ્વેતાંબર-સર્જિત સ્તોત્રોમાં નિર્દેશાયેલા છે; પણ તેમાં તો કોઈક જ વાર એક ભય માટે સ્વતંત્રરૂપે એક એક પદ્ય ગુંફિત થયું છે. આ વિશેષતા પણ બન્ને સ્તોત્રના કર્તા એક જ હોવાની ધારણાને સંપુષ્ટ કરી રહે છે.
પ્રા) કાપડિયાએ પ્રસ્તુત સ્તોત્ર સાવચૂરિ પ્રકટ તો કર્યું છે, પણ તેના પર કોઈ પ્રાસ્તાવિક નોંધ યા ચર્ચા કરી નથી એ આશ્ચર્યની વાત છે. એ જ પ્રમાણે મુનિપ્રવર ચતુરવિજયજીએ પણ આ સ્તોત્ર મંત્રાસ્નાયવાળી અવચૂરી સાથે પ્રકટ કર્યું છે, પરંતુ તેમણે પણ સ્તોત્ર સંબંધમાં કોઈ પરામર્શાત્મક તથ્ય નોંધ્યું નથી. અને સારાભાઈ નવાબની ચર્ચામાં ભાર સ્તોત્રના માંત્રિકપક્ષ પર જ રહ્યો છે.
આ સ્તોત્રના સંબંધમાં દિગંબર વિદ્વાનોએ જે કંઈ લખ્યું છે તે ચિંતનીય હોવા અતિરિક્ત ચિંતાપ્રેરક પણ છે. પં. અમૃતલાલ શાસ્ત્રી લખે છે : “ભક્તામર સ્તોત્ર અતિરિક્ત માનતુંગનું પ્રાકૃત ભાષામાં નિબદ્ધ એક “ભયહરસ્તોત્ર' છે. આ સ્તોત્રના બીજા પદ્યથી સત્તરમાં પદ્ય સુધી ક્રમશઃ બબ્બે પદ્યોમાં કુષ્ટ, જલ, અગ્નિ, સર્પ, ચોર, સિંહ, હાથી અને સંગ્રામ આ આઠ ભયોનો ઉલ્લેખ છે. “મંગલવાણી” (પૃ. ૧૫૮-૧૬૩)માં મુદ્રિત આ સ્તોત્ર ઉપર “નમિઊણસ્તોત્ર” અંકિત છે. આ નામનું કારણ પ્રારંભનું “નમિઊણ” પદ છે. ઓગણીસમી ગાથાથી એનું “ભયહર' નામ સિદ્ધ થાય છે. એકવીસમી ગાથામાં રચયિતાનું શ્લિષ્ટ નામ પણ આપ્યું છે.” “ભયહરસ્તોત્ર માતંગ દિવાકરની કૃતિ છે, ન કે માનતુંગસૂરિની, એનો ઉલ્લેખ પ્રભાચંદ્રસૂરિના “માનતુંગપ્રબન્ધ' (શ્લોક ૧૬૩)માં કરેલો છે. આ વિષયમાં મહાન વિદ્વાન્ કટારિયાએ પ્રકાશ પાડ્યો છે.” કટારિયા મહોદયે આ વિષયમાં જે લખ્યું છે તે આ પ્રમાણે છે: “પ્રાકૃતમાં ૨૩ ગાથાત્મક એક “ભયહરસ્તોત્ર' મળે છે, જે શ્વેતાંબર તરફથી “જૈનસ્તોત્રસન્દોહ” દ્વિતીય ભાગમાં પ્રકાશિત થયું છે. એ પણ માનતુંગની જ કૃતિ હોવાનું દર્શાવવામાં આવે છે, કેમ કે “ભક્તામર સ્તોત્ર'ની જેમ તેમાં પણ અન્તિમ પદ્યમાં (શ્લેષાત્મક) માનતુંગ શબ્દ મળે છે.
ભક્તામરસ્તોત્રમાં જે રીતે આઠ ભયોનું વર્ણન છે એ રીતે ‘ભયહરસ્તોત્રમાં પણ છે.” કટારિયાજીનું પ્રસ્તુત કથન પં.અમૃતલાલનું સમર્થન કરવાને બદલે બન્ને કૃતિઓના કર્તા રૂપેણ એક જ માનતુંગાચાર્ય હોવાના અનુમાન પ્રતિ દોરી જાય છે.
માનતુંગ અભિધાન ધરાવતા જુદા જુદા મુનિઓની સૂચી દઈ તેમાંથી જૂના સાહિત્યમાં ઉલ્લિખિત સાતમા માનતુંગ વિષયે ડા.જયોતિપ્રસાદ જૈન લખે છે : “(૭) ભયહર અપરનામ
૭૬