________________
ભયહરસ્તોત્ર એવા અભિધાનથી વિશેષ જાણીતા આ પાર્શ્વનાથસ્તોત્રને, માનતુંગસૂરિની કૃતિ માની છે. કોઈ કોઈ દિગંબર વિદ્વાન તેને માનતુંગસૂરિની કૃતિ માનતા નથી, જે સ્થાપનાની સત્યતા-અસત્યતા વિષે અહીં આગળ ઉપર ચર્ચા કરીશું.
ભક્તામરસ્તોત્રમાં છે તેમ અહીં પણ સ્તોત્રની અંતિમ (૨૧મી) ગાથામાં શ્લેષમય મુદ્રારૂપેણ ‘માનતુંગ’ નામ દૃષ્ટિગોચર થાય છે. કોઈક પ્રતમાં ૨૩ અથવા ૨૫ ૫દ્યો પણ મળી આવે છે, પણ તે વધારાનાં, તે પછીના યુગમાં, મોટે ભાગે ઉત્તર-મધ્યકાળમાં, પ્રક્ષિપ્ત થયાં છે, અને તે સૌ સ્તોત્રની પ્રશસ્તિરૂપે, તેના શ્રવણ-પઠનાદિથી સુફલપ્રાપ્તિનું મહિમાગાન કરવા માટે, રચાયેલાં છે; તેને અહીં સ્વાભાવિક જ છોડી દીધાં છે. સ્તોત્રની ખંભાતના શાંતિનાથ ભંડારમાંથી મળી આવેલ ૧૩મી સદી (ઉત્તરાર્ધ)ની પ્રતમાં તેમ જ સ્તોત્ર ૫૨ની વિશેષ પુરાણી ટીકાઓમાં ૨૧ જ પદ્ય પ્રાપ્ત છે.
ભક્તામરની તુલનામાં ભયહરસ્તોત્રની પ્રતો ઓછી મળે છે; અને ભક્તામરની જેમ તે સર્વપ્રિય પણ નથી. સ્તોત્ર જિન પાર્શ્વનાથને ઉદ્દેશીને તો રચાયું છે, પણ તેમાં પાર્શ્વનાથની વિશેષ વિભૂતિઓ તેમ જ ગુણાનુવાદ ૫૨ એટલું ધ્યાન નથી આપ્યું, જેટલું તેમના નામના પ્રભાવથી નષ્ટ થતા અષ્ટ મહાભયોના વિવરણ પર, આ એકાંગિતાને કારણે ભક્તામરની પાસે તેને રાખતાં, વસ્તુ અને વિભાવની દૃષ્ટિએ, તેનું મહત્ત્વ કંઈક કમ જણાય છે.
આ સ્તોત્રના સંબંધમાં આગળ જોઈએ તો ભક્તામરસ્તોત્ર પર રચાયું છે તેટલું વૃત્તાત્મક એવં મહિમા૫૨ક પરિકર સાહિત્ય આ સ્તોત્ર પર રચાયું નથી; છતાં મહાકવિ માનતુંગાચાર્યની કૃતિ હોવાને કારણે તેનું અમુક હદ સુધી મહત્ત્વ તો હતું જ; તદુપરાંત મધ્યકાલીન શ્વેતાંબર મુનિઓની અષ્ટ મહાભયોના નિવા૨ક મનાતા સ્તોત્રો પરત્વેનાં રુચિ અને આદરને કારણે કેટલુંક વિવરણાત્મક સાહિત્ય તો રચાયું છે. તેમાં ખરતરગચ્છીય જિનપ્રભસૂરિની સં.૧૩૬૨/ઇ.સ.૧૩૦૯માં સાકેતપુર(અયોધ્યા)માં રચાયેલી અભિધાનચન્દ્રિકા અપરનામ અભિપ્રાયચન્દ્રિકા નામની વૃત્તિ, અજ્ઞાત કર્તાઓ અને અણજાણ કાળની ત્રણ અવચૂર્ણિઓ, એક મંત્ર-તંત્રમય અવસૂરિ, ખરતરગચ્છીય સમયસુંદરસૂરિની ૧૬મા શતકમાં રચાયેલી વૃત્તિ, અને નાગપુરીય તપાગણના હર્ષકીર્તિસૂરિ (ઇ.સ.ના ૧૬મા શતકનો અંતભાગ) તથા હીરવિજયસૂરિની પરંપરાના તપાગચ્છીય સિદ્ધિચંદ્ર (પ્રાયઃ ઇસ્વી ૧૭મી સદી પ્રથમ ચરણ)ની વૃત્તિઓ મુખ્ય છે.
સ્તોત્રની ભાષા તથા સંઘટના-શૈલી પ્રાચીન જણાય છે. જેવી કે પાછળ જોઈ ગયા તે અજિતશાંતિસ્તવ, આગળ આવનાર દ્વિતીય પાદલિપ્તસૂરિની વીરસ્તુતિ, ઇત્યાદિના સંબંધમાં છે તેમ, ભયહરસ્તોત્રની કલ્પના મૂળ સંસ્કૃતમાં થઈ હોય અને પછી તેનું સ્વરૂપ પ્રાકૃતમાં ઢાળવામાં આવ્યું હોય તેવો ભાસ અહીં પણ થાય છે. ગાથાઓમાં પ્રવાહ અને માંજુલ્ય જરૂર વરતાય છે. અને તેની સંસ્કૃત છાયાના પઠનથી મૂળની પ્રાચીનતા વિશેષ પ્રમાણિત થવા અતિરિક્ત તેમાં મૃદંગ-ધ્વનિ સમાન અનુરણનાત્મક ઘોષ સંભળાય છે જે, આપણે ભક્તામરસ્તોત્રના સંદર્ભમાં જોઈશું તેમ, માનતુંગાચાર્યની નિજી શૈલીની લાક્ષણિકતા છે. પ્રાકૃતની સંસ્કૃત છાયા મૂલ છંદનું સર્વાશે અને અવિકલરૂપે દરેક
૭૫