________________
ક્યાંયથીયે મળતાં નથી. આ પરિસ્થિતિમાં નેમિનાથના શિષ્ય નંદિષણના ગિરિ અજિત-શાંતિ જિનને ઉદ્દેશીને સ્તવ બનાવ્યાની વાત કેવળ કલ્પનાનો એવં “આસ્થાનો જ વિષય બની રહે છે. બીજી બાજુ આવશ્યકનિયુક્તિ (પ્રાયઃ ઇસ્વી પર૫) તથા આવશ્યકચૂર્ણિ (પ્રાયઃ ઇસ્વી ૬૦૦-૬૫૦) અંતર્ગત મહાવીર પાસે શ્રેણિકપુત્ર નંદિષેણ દીક્ષિત થયાની વાત જરૂર નોંધાયેલી છે. પણ ભગવાન્ મહાવીરના યુગમાં હજી સૌરાષ્ટ્ર તરફ નિર્ગસ્થ મુનિઓનો વિહાર થતો નહોતો. મોટે ભાગે મૌર્ય રાજકુમાર અશોકપુત્ર-સંપ્રતિ(પ્રાયઃ ઇ.સ.પૂ.૨૩૨-૨૨૦)ના સમયમાં તે વસ્તુ સંભવિત બનેલી. વિશેષમાં મહાવીર જેટલા પ્રાચીન કાળે જો એ સ્તવ બન્યું જ હોય તો વૈદિક-આગમિક છન્દો-અનુષ્ટ્રભુ અતિરિક્ત જગતી, ત્રિષ્ટ્રભુ, વૈતાલીય-આદિમાં જ નિબદ્ધ થયું હોય; અને શુદ્ધ અર્ધમાગધીમાં રચાયું હોય, ઇસ્વીસનની બીજી શતાબ્દીથી અસ્તિત્વમાં આવેલી મહારાષ્ટ્રી-પ્રાકૃતમાં અને તે પણ પશ્ચાત્કાલીન અનેકવિધ છંદોમાં અને ગુપ્તકાળથી જોવા મળતી પ્રશિષ્ટ શૈલીમાં તો નહીં જ.
હવે નેમિનાથ-શિષ્ય નંદિષેણવાળી દંતકથા ક્યારે પ્રચારમાં આવી તે વિષે તપાસતાં તેનો સૌ પ્રથમ ઉલ્લેખ તપાગચ્છીય ધર્મઘોષસૂરિના પ્રાયઃ ઇસ્વી ૧૨૬૪ના અરસામાં રચાયેલા શત્રુંજયકલ્પ તથા એમની અન્ય રચના અજિતશાંતિસ્તવ અંતર્ગત મળે છે. યથા :
नेमिवयणेण जत्ता-गएण जहिं नंदिसेणजइवइणा । विहिओऽजियसंतिथओ जयउ तयं पुंडरीकतित्थं ॥ २१ ॥
वासायु विहिअवासा सुविहिअसित्तुंजए अ सित्तुंजे । तहिं रिट्टनेमिणो रिट्ठनेमिणो वयणओ जे उ ॥ ३ ॥ देविंदथुआ थुणिआ वरविज्जा णंदिसेणगणिवइणा । समयं वरमंतसधमकीत्तिणा अजियसंतिजिणा ॥ ४ ॥
- अजितशांतिस्तव ધર્મઘોષસૂરિને આમ કહી શકવા માટે આગમ કે આગમિક વ્યાખ્યાઓનો કોઈ આધાર હશે ખરો? કે પછી આજે અપ્રાપ્ય એવા કોઈ ઉત્તરકાલીન મહિમાપરક ગ્રંથ પરથી તેઓએ લખ્યું છે !
જિનપ્રભસૂરિ ધર્મઘોષસૂરિની ઉપર્યુક્ત બન્ને કૃતિઓથી પરિચિત હતા તેમ તેમના કલ્પપ્રદીપ અંદર અપાયેલા “શત્રુંજયકલ્પ” પરથી સ્પષ્ટ છે. એમણે ધર્મઘોષ સૂરિના કથનને લાંબી તરતપાસ કર્યા વિના, તેના પર ચિંતન-વિચાર કર્યા વગર જ યથાતથ સ્વીકારી લીધેલું તે વાત નીચેના અવતરણ પરથી સ્પષ્ટ બનશે.
द्वितीयषोडशावत्राजित-शान्ति जिनेश्वरौ । वर्षारात्रचतुर्मासी तस्थतुः स्थितिदेशिनौ ॥ ३१ ॥