________________
(૭) તપાગચ્છીય દાનવિજયશિષ્ય રાજવિજય (પ્રાકૃત : પ્રાયઃ ઇસ્વી ૧૫૮૦-૧૬૦૦)
(૮) તપાગચ્છીય શાંતિચંદ્રગણિ (સંસ્કૃત : ઇ.સ.૧૫૯૫), અને
(૯) તપાગચ્છીય સિદ્ધિચંદ્રસૂરિ (સંસ્કૃત : ઇસ્વી ૧૭મી સદી પૂર્વાર્ધ).
નંદિષણકૃત આ અજિતશાંતિસ્તવમાં મૂળે ૩૫ કે ૩૬ પદ્ય હતાં, પણ કોઈ કોઈ પ્રતોમાં ૪૧ જેટલાં પદ્યો મળે છે; કિંતુ વધારાનાં પાંચ પઘો તો સ્તોત્રના પઠનથી થતી ફલપ્રાપ્તિ સંબંધમાં પછીથી દાખલ થયેલાં અને નોખી શૈલીમાં, સ્તવની પ્રશસ્તિરૂપે છે. સ્તવના પહેલા અને એથી સૌથી જૂના ટીકાકાર ગોવિંદાચાર્ય (૧૧મી કે ૧૨મી સદી)ની ટીકા ૩૫ પદ્યો પર થયેલી છે. વિ.સં. ૧૩૬૬ (ઇ.સ.૧૩૦૯)માં સાકેત (અયોધ્યા)માં રચાયેલી ખરતરગચ્છીય જિનપ્રભસૂરિની ટીકા ૩૯ પઘો ૫૨ છેઃ પણ જિનપ્રભસૂરિએ તેમાંનાં બે પદ્યો અન્યકર્તૃક માન્યાં છે. વર્તમાન સંદર્ભમાં ઉપયુક્ત ત્રીજી ટીકા તે ૧૬મા શતકના અંત અને ૧૭માના પ્રારંભે થયેલા ખરતરગચ્છીય સમયસુંદરગણિની છે, જે કાળે, વર્તમાનમાં જાણમાં છે તે બધાં જ પદ્યો, પાઠમાં પ્રવેશી ચૂકેલાં.
પ્રાકૃત અજિતશાંતિસ્તવ ૨૬ જેટલા વિવિધ છંદોમાં નિબદ્ધ છે, જેમાં કેટલાક “અપૂર્વ” નહીં તોય અપ્રચલિત છંદોનો પ્રયોગ વરતાય છે. સ્તવના પઠનથી એક વાત તો પ્રથમ દૃષ્ટિએ જ સ્પષ્ટ બને છે કર્જા સ્તવની કલ્પના સંસ્કૃતમાં કરીને પછી પ્રાકૃતમાં ઢાળ્યું છે. એનાં અર્થઘટન, સંચારિભાવ, અને છંદોલય પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની રચનાઓ અનુસારનાં છે. પઘોની રીતિમાં અનેક સ્થળે પ્રકટ થતાં વિશિષ્ટ લાલિત્ય, ચારુતા અને સંસ્કાર પણ એ જ તથ્યનું સમર્થન કરી રહે છે.
સ્તવના સર્જન સંબંધી સંપ્રદાયમાં બે અનુશ્રુતિઓ પ્રચલિત છે, નોંધાયેલી છે. એક તો એ કે જિન અરિષ્ટનેમિના વચનથી એમના શિષ્યગણના નંદિષેણ મુનિએ શત્રુંજયગિરિ પર પ્રતિષ્ઠિત જિન અજિતશાંતિની સ્તુતિરૂપેણ આ સ્તવ બનાવ્યું છે. બીજી એ કે પ્રસ્તુત નંદિષેણ તે અર્હત્ વર્ધમાનની પાસે દીક્ષિત થના૨, બિંબિસાર-શ્રેણિક(સેનિય)પુત્ર, નંદિષેણ હતા : પણ ઉપલબ્ધ તમામ પ્રમાણો એ બન્ને પારંપારિક માન્યતાઓની પૂર્ણપણે વિરુદ્ધ જાય છે. યથા :
અર્હત્ પાર્શ્વના સમય (ઇસા પૂર્વ ૬ઠ્ઠી-૫મી શતાબ્દી)નું જ નહીં, જિન વર્ધમાન-મહાવીરના સમય (ઉપદેશકાળ ઇસા પૂર્વ ૫૦૭-૪૭૭)નું શ્રુતાદિ સાહિત્ય પણ અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ છે. તો જિન અરિષ્ટનેમિ, જેમનો સમય નિર્પ્રન્થ પરંપરામાં મહાવીરથી પ્રાયઃ ૮૩,૦૦૦ વર્ષ પૂર્વેનો માન્યો છે, તે કાળનું કોઈ જ સાહિત્ય બચ્યું હોવાનો સંભવ નથી. યાદવ નેમિનાથ દ્વારકાધીશ શ્રીકૃષ્ણના સમકાલીન હતા, તે તથ્યના પરિપ્રેક્ષ્યમાં તેમનો વાસ્તવિક ઐતિહાસિક કાળ અલબત્ત ઇ.સ. પૂ.૯૨૫૮૫૦ના અરસાનો માની શકાય. તે કાળે સૌરાષ્ટ્રમાં નૂતન-હડપ્પીય સંસ્કૃતિનો પણ પ્રાયઃ નાશ થઈ ચૂકેલો, એથી ત્યાં કૃષ્ણકાલીન કોઈ સંસ્કાર-સંપન્ન વસ્તીનાં ચિહ્ન મળી આવતાં નથીઃ અને શત્રુંજય પર ઇસ્વીસન્ની સાતમી શતાબ્દી પૂર્વે ઢંકતીર્થીય નાગાર્જુનના મિત્ર દ્વિતીય પાદલિપ્તસૂરિના સમય પહેલાં, જિનમંદિરોની પ્રતિષ્ઠા થઈ હોવાના વા વસ્તી હોવાનાં પ્રાચીન આગમિક વા પુરાતત્ત્વીય પ્રમાણો
૭૦