________________
(૧૬) ચઉપન્નમહાપુરિસચરિય અંતર્ગત ધરણેન્દ્રોક્ત “પાર્શ્વનાથસ્તોત્ર (૧૭) ચઉપન્નમહાપુરિસચરિય અંતર્ગત સુરેન્દ્રકથિત “અહપાર્થસ્તુતિ” (૧૮) ચઉપન્નમહાપુરિસીરિય અંતર્ગત સુરપતિકથિત “શ્રીવર્ધમાનજિનસ્તુતિ" (૧૯) અજ્ઞાતકર્તક ઉપસર્ગહરસ્તોત્ર (ઉવસગ્ગહરથોત્ત) (૬) અપભ્રંશ સ્તુતિઓ
સ્વયંભૂદેવ કૃત પઉમચરિઉ અંતર્ગત ૧૧ સ્તુતિઓ (૧) “ચતુર્વિશતિજિનસ્તુતિ” (૨) મગધરાજ શ્રેણિક દ્વારા સંબોધિત “મહાવીરસ્તુતિ” (૩) ઇંદ્રકથિત “ઋષભદેવહુતિ” (૪) ઇંદ્રોદ્ધોધિત “ઋષભજિનસ્તુતિ” (૫) સિંહફૂટ જિનભવનમાં રામલક્ષ્મણ દ્વારા ઉગારિત “જિનસ્તુતિ” (૬) સહગ્નકૂટ જિનાલયમાં રામલક્ષ્મણ દ્વારા “વિંશતિજિનેદ્રસ્તુતિ” (૭) સુગ્રીવપ્રણીત “જિનસ્તુતિ (૮) રામકથિત “કોટિશિલા સ્તુતિ (૯) નંદીશ્વરદ્વીપમાં રાવણપ્રોક્ત “જિન શાંતિનાથસ્તુતિ” (૧૦) શાંતિનાથ જિનાલયમાં રામોબોધિત “જિનસ્તુતિ”; અને (૧૧) મંદરાચલ પર હનુમાન દ્વારા “જિનસ્તુતિ”
આગમકાળ અહમ્ પાર્શ્વના સંપ્રદાયમાં અને એથી પૂર્વ ગ્રન્થોમાં સ્તુતિ-સ્તવાદિ વાડ્મયની શું સ્થિતિ હશે તે વિષે કોઈ સ્પષ્ટ નિર્દેશ ઉપલબ્ધ નથી. અર્હત્ વર્ધમાન મહાવીરના આમ્નાયમાં આચારાંગ પ્રથમ સ્કંધનું “ઉવધાનસૂત્ત” (“ઉપધાનસૂત્ર”) (પ્રાયઃ ઇ.સ.પૂ.૩૦૦). જો કે મહાવીરના જીવન સંબંધમાં પ્રાચીનતમ પદ્યબંધ રચના છે, તો પણ તેમાં તો માત્ર તેમની કઠોર સાધનાનું જ વર્ણન વા વિવરણ હોવાથી તે રચનાને સ્તોત્ર રૂપે ઘટાડી શકાતી નથી. પણ વીરનિર્વાણથી અઢીસો-એક વર્ષ બાદ, એમના ગુણાનુવાદ રૂપે, સૂત્રકૃતાંગ (પ્રથમ સ્કંધ)માં “મહાવીર સ્તુતિ” નામની પ્રસિદ્ધ રચના ઉપલબ્ધ છે, જે સમગ્ર નિર્ઝન્ય સાહિત્યમાં સ્તુતિવર્ગની પ્રાચીનતમ કૃતિ છે. તે પછી ક્રમમાં આવે ચારેક આગમોમાં