________________
વિભૂતિઓ, તેમનાં પંચકલ્યાણકો, અને કલ્યાણક તિથિઓ, નિર્વાણભૂમિઓ આદિની નમસ્કાર સહિત વર્ણના ઇત્યાદિ મળે છે. (પ્રસ્તુત વર્ગમાં પ્રાચીનતર રચનાઓ વિશેષે દિગંબર એવં યાપનીય સંપ્રદાયમાંથી પ્રાપ્ત થઈ છે, ને એ સૌ સરસ રીતે સંગ્રથિત પણ થયેલી છે.) એકંદરે આ યુગમાં શ્વેતાંબર રચનાઓમાં ભક્તિપરક, અચેલ-યાપનીયમાં ઉત્કૃષ્ટરૂપે વર્ણનાત્મક અને દિગંબર કૃતિઓમાં સિદ્ધાંત તેમ જ દર્શનપરક રચનાઓ વિશેષરૂપે જોવા મળે છે.
લક્ષ્ય, લક્ષિત, લક્ષણ પાછળ જોયું તેમ નિર્ચન્થદર્શનમાં સ્તુત્યાત્મક ભાવનું લક્ષ્ય કિંવા ધ્યેય છે આત્માની પ્રશસ્ત પરિણામમાં રમણતા, જેની ફલશ્રુતિ રૂપે નીપજનાર કર્મક્ષય', એથી સંપ્રાપ્ત થતું “સંબોધિ' કે “સમ્યફજ્ઞાન” અને એની અંતિમ પરિણતી રૂપે થનાર “વિમોક્ષ'. જયારે લક્ષિતરૂપે પ્રધાનતયા છે ચરમશરીરી અહેતુ કિવા સર્વજ્ઞ-સર્વદ્રષ્ટા જિનદેવ; અથવા ભવભ્રમણનો અંત કરી ચૂકેલ નિરંજન, નિરાકાર, નિર્ગુણ, નિષ્કલ, નિશ્ચલ, નિત્યરૂપ સિદ્ધાત્મા, જે નિર્ઝન્થ દષ્ટિના પરાત્મા વા પરમાત્મા છે. અર્હત્ રૂપે પૂર્ણતયા અપરિગ્રહી, પરમ વીતરાગી, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-મોહાદિ દોષો કષાયોથી વિમુક્ત અને અત્યલ્પકર્મધારક શુદ્ધાત્મા હોવાથી જિનદેવતા અને એ કારણસર એમનાથી પણ ઉપર રહેલા અમૂર્ત, પૂર્ણતઃ વિમુક્ત સિદ્ધદેવ અનુગ્રહ કરવા કે અભિશાપ દેવા સમર્થ નથી. (એમના કૃપાકટાક્ષની યાચના સરખું કથન અલબત્ત મધ્યયુગમાં કોઈ કોઈ શ્વેતાંબર કૃતિઓમાં “ઉપચાર' રૂપે મળી આવે છે ખરું.) જિન નિર્વસ્ત્ર, નિરાભરણ, નિરાયુધ, નિર્વાહન એવં “કામિનીસંગશૂન્ય’ હોઈ તેમની સ્તુતિ મુખ્યતયા તેમનાં પ્રશમરસ-દીપ્ત અને પ્રશાંત સમાધિસ્થરૂપ, દેહની દિવ્ય કાંતિ, અને એમાં પ્રાણરૂપે વિલસતા આત્મિક-આધ્યાત્મિક પરમ ગુણોના સમુત્કીર્તન પૂરતી સીમિત રહે છે. સ્તુત્ય પુરુષોમાં અહતું અને સિદ્ધ પછી આવે આચાર્યાદિ શ્રમણો, જેનો સમાવેશ “ગુરુ” વર્ગમાં થતો હોઈ તેમની પણ ગુણસ્તુતિ કરવામાં આવે છે. આમ લક્ષણથી સ્તુતિઓ સાત્ત્વિક ગુણોનાં કથન અને કવનરૂપ હોવાથી તે સત્ત્વલક્ષણા કિંવા સત્ત્વપ્રધાન હોવાનું સહજરૂપે સંભવી રહે છે. અલબત્ત દર્શનપરક સ્તુતિઓમાં ક્યારેક આ પ્રધાન હેતુ વીસરાઈ જઈ, શૈવ-શાક્ત-ભાગવત-બૌદ્ધાદિ ધર્મના દેવોને હિંસાપ્રવૃત્ત એવં રાગદ્વેષમય અને એથી અપૂર્ણ દર્શાવી, યા તેમના સિદ્ધાંત અને આચાર વચ્ચે અસામંજસ્ય બતાવી, ઉતારી પાડવાના અને તેમના કેટલાક દાર્શનિક સિદ્ધાંતોને નિર્ગસ્થ સિદ્ધાંતોને મુકાબલે મિથ્યા-જૂઠાં-એવં ન્યાયવિસંગત ઠરાવવાના અને એથી ચડસાચડસીયુક્ત પ્રયાસો તરી આવે છે; જે હકીક્તથી પ્રસ્તુત સ્તુતિ-સ્તોત્રો નિર્ઝન્ય-દર્શનના સમભાવી, અનેકાંતવાદી, સર્વથા અહિંસાપ્રધાન મૂલગત વિભાવને વિસરી જઈ તથા લક્ષ્યનો ચીલો ચાતરી, અવળે રસ્તે ચડી જઈ, અળગા પડી જઈ, વામણાં અને વહરાં બની જતાં લાગે છે. સિદ્ધસેન દિવાકર, માનતુંગાચાર્ય સરખા મહાનું, સમર્થ અને પ્રાચીન સ્તુતિકારોમાં પણ આ અવાંચ્છનીય તત્ત્વ ક્યારેક ડોકિયું કરી જાય છે.*
અનુગુપ્તયુગ પછી, અને સ્પષ્ટ રીતે તો પ્રાકૃમધ્યકાળમાં, નિગ્રન્થદર્શનમાં પ્રવેશેલાં જિનશાસનનાં રક્ષક યક્ષ-યક્ષિીઓ, અને તાંત્રિક મહાવિદ્યાઓનાં વપુખાન સ્વરૂપ કલ્પી, તેમની પણ સ્તુતિ દેવ (જિન) અને ધર્મ (સમય કિંવા, શ્રત, આગમ વા જિનવાણી) પછી કરવાની પ્રથા વિશેષ
४८