________________
દિગંબર રચનાઓથી, અને દિગંબર સમાજ શ્વેતાંબર કૃતિઓથી, બહુધા અનભિજ્ઞ છે. * બંન્ને સંપ્રદાયો વચ્ચે કોઈ કોઈ માન્યતાઓ એવું વિગતોમાં તથા સૈદ્ધાંતિક પ્રરૂપણા અને સામાચારીમાં ભેદ અને તેથી મતભેદ જરૂર છે, પરંતુ આરાધ્ય ઇષ્ટદેવ-જિનેંદ્રની ઉભય પક્ષે સમાન રીતે ઉપાસના થાય છે અને નિગ્રંથ ધર્મના પાયારૂપ મુખ્ય સિદ્ધાન્તો-માન્યતાઓ પણ બન્ને વચ્ચે સન્નિહિત રહેલા સમાન તત્રનું જ સૂચન કરે છે. આથી આ બંન્ને સ્રોતોમાંથી ઉમદા કૃતિઓ પસંદ કરી, અહીં એકત્રિત રૂપે તેમના જ્ઞાત, યથાર્થ, યા સંભાવ્ય કાલક્રમાનુસાર ગોઠવી પ્રસ્તુત કરીશું. અને અહીં ભૂમિકામાં આગળ ચાલતાં જ્યાં
જ્યાં કર્તાઓની ભાળ છે ત્યાં ત્યાં તેમના વિષે જે કંઈ માહિતી પ્રાપ્ત હોય તે એકત્ર કરી રજૂ કરીશું. (આજે દિગંબર ગણાતી કેટલીક કૃતિઓ નિર્ચન્થોના એક ત્રીજા જ સંપ્રદાય, વર્તમાને વિલુપ્ત અચેલક્ષપણક એવં તદોદ્ભવ યાપનીય સંઘની, હોવાનો સંભવ વિષે યથાસ્થાને નિર્દેશ કરીશું.)
નિર્ઝન્થોનું પ્રાચીન અને પ્રાફમધ્યકાલીન સ્તોત્રાદિ સાહિત્ય ખાસ કરીને ચાર ભાષાઓમાં રચાયેલું છે તેમાં જે પ્રાચીનતમ છે તે અર્ધમાગધીમાં નિબદ્ધ છે અને નિરપવાદ આગમિક સ્વરૂપનું છે; અને ત્યાં જ્ઞાત છે તેનો કાળકૌંસ સંભવતયા ઇસ્વીસન પૂર્વેની ત્રીજી શતાબ્દીથી લઈ ઇસ્વીસનની પ્રથમ સદી પર્યત પહોચે છે, ત્યાર પછીની રચનાઓ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં થયેલી છે. તે ગુપ્ત-વાકાટક યુગથી, એટલે કે પ્રાયઃ પંચમ શતકથી આરંભી છેક ઉત્તરમધ્યકાળ સુધી, લગભગ ૧૮મી-૧૯મી સદી સુધી થતી રહેલી : સંસ્કૃતમાં પણ ઉદાર સંખ્યામાં સ્તુત્યાત્મક રચનાઓ થયેલી છે, જે પાંચમા શતકથી લઈ ૧૮મા સૈકા સુધી ચાલુ રહેલી, જે વિશે અહીં થોડું આગળ વિશેષ કહ્યું છે. જ્યારે ઇસ્વીસનના ૯મી શતકથી લઈ ૧૪મા-૧૫મા સૈકા સુધીમાં થોડીક રચનાઓ અપભ્રંશમાં પણ થયેલી મળે છે. તે પછી મગૂર્જર યા જૂની ગુજરાતી-રાજસ્થાની ભાષાની, તેમ જ તરત જ ગુજરાતી કૃતિઓનો યુગ શરુ થાય છે, જેમાં રચનાઓ પણ વિપુલ પ્રમાણમાં, સેંકડોની સંખ્યામાં મળે છે પણ પ્રસ્તુત બે ભાષાઓની કૃતિઓને સાંપ્રત યોજનામાં સમાવિષ્ટ નથી કરી. (એ કાર્ય તો સ્વ.જયંત કોઠારી સરખા વિદ્વાનો ક્ષમતા અને વેધક દૃષ્ટિથી કરી શક્યા હોત.) એ જ રીતે કન્નડ ભાષામાં પણ કેટલીક સરસ નિર્ગસ્થ સ્તુત્યાત્મક રચનાઓ થયેલી છે; પણ ભાષાની અનભિજ્ઞતાને કારણે અહીં તેનો સમાવેશ નથી કર્યો.
અર્ધમાગધી ભાષામાં પ્રાપ્ત થતા આગમિક સ્તવો તથા પછીનાં મહારાષ્ટ્રી-પ્રાકૃતમાં નિબદ્ધ સ્તુતિ-સ્તોત્રો ઉત્તરની નિર્ગસ્થ પરંપરાના શ્વેતાંબર સંપ્રદાયના ધાર્મિક સાહિત્યમાં જ જળવાયેલાં છે. દાક્ષિણાત્ય પરંપરાના, એટલે કે દિગંબર સાહિત્યમાં, શૌરસેનીના સ્પર્શવાળી પ્રાકૃત ભાષામાં રચાયેલી થોડીક જ રચનાઓ ઉપલબ્ધ થઈ છે, પણ તે સૌ પ્રાયઃ મધ્યકાલીન છે. કોઈ કોઈ જે પ્રાફમધ્યકાલીન હોવાનો સંભવ છે તે બધી જ નાની નાની છે અને તેને “પ્રકરણ’ વર્ગની ગણવી જોઈએ. શુદ્ધ સ્તુતિ વર્ગની નહીં.
અપવાદ છે માનતુંગાચાર્યના ભક્તામરસ્તોત્ર અને કુમુદચંદ્રાચાર્યના કલ્યાણમંદિર સ્તોત્ર, જેના બન્ને સંપ્રદાયોમાં સમાન આદર, પ્રતિષ્ઠા અને પ્રચલન રહ્યાં છે.
+.
વર્તમાનયુગમાં પણ કેટલાક મુનિઓ, પંડિતોએ સંસ્કૃતમાં રચનાઓ કરી છે અને હજી પણ થતી આવે છે.
४०