________________
અભયં અણ ં, અરયં અરુષં; અજિએં અજિઅં, પયમો પણમે. (૨૧)
પદે (શબ્દ) પદે (શબ્દ) એક એક ઝબકાર-જાણે વીજળી ચમકતી હોય તેવો છંદ ‘વિજ્જુવિલસિઅં’, પણ તોટક ! પછીનો ‘ગાલલગાગા’ની અષ્ટકલ સંધિનાં ચા૨ આવર્તનોવાળો – જં સુરસંઘા । સાસુરસંઘા । વેરવિઉત્તા । ભત્તિસુજુત્તા આયરભૂસિઅ । સંભમપિંડિઅ । સુ·સુવિમ્પિઅ । સવ્વબલોઘા (૨૩)
‘દિવયં’(દીપક)નું, ગાલલ-ગાલલ-ગાગાની ચતુષ્કલ સંધિવાળું સરસ્વતીસ્તવન (એમાં જ - શ્લોક ૨૬) જુઓ
અંબરંતરવિઆરણિઆહિં, લલિઅહંસવહુગામિણિઆહિં...(૨૫)
ગાનભરી, લયવાહી સરળ ભાષાની મીઠાશ અનુભવાય છે. અતીવ કર્ણપ્રિય, સાચેસાચ
સુશ્રુત !
શ્રુત : અકળ છંદનામો
આપણે જોઈ ગયા કે ‘સુત્ત એ ‘સૂત્ર’ કે ‘સૂક્ત' પરથી હોઈ શકે; પણ વધારે યોગ્ય વ્યુત્પત્તિ તો ‘શ્રુત’. એટલે સાંભળીને મેળવેલું. ને એને કારણે તો જે છંદનામો લોક-જીભે હશે ને અહીં ઉતારાયાં તે પિંગળગ્રંથોમાં નથી ! એ ફરિયાદ માત્ર ડૉ. ભાયાણીની જ નથી, કે. હ. ધ્રુવ જેવા છંદશાસ્ત્રજ્ઞની યે છે : નામ મળે ત્યાં પિંગળે ન હોય !
“જૈન તેમ જ બૌદ્ધ સુત્તસાહિત્યનાં છંદોનાં નામ ઘણે ભાગે મૂળ (પિંગળ) ગ્રંથોમાં નથી મળતાં, ટીકાઓમાં નથી જડતાં, તેમજ હેમાચાર્યના ‘છંદોનુશાસન’માં કે બીજાં છંદશાસ્ત્રનાં સંસ્કૃતપ્રાકૃત પુસ્તકમાં નથી હાથ લાગતાં'' - (કે હ૰ ‘૫૦ ઐ આ૰૧૩૦)
મળે તો નામ અલગ જ. એનું મોટામાં મોટું ઉદાહરણ ‘સલોકો’/‘શલોકો’|‘સિલોગા’. એ વાલ્મીકિના સમયનો શબ્દ, ચરણબદ્ધ પદરચનાનું ચાર ચરણનું એકમ-એવો વ્યાપક અર્થ; પછી ‘અનુષ્ટુ’નું એક નામ. છેક રામાયણથી આ ‘અજિત-શાન્તિસ્તવ’ના પમી-૬ઠ્ઠી સદીના કાળ સુધી એ ‘અનુષ્ટુ’નું બીજું વિશેષનામ. ‘અજિત’નો ત્રીજો શ્લોક ‘સિલોગા’ એ અભિધાને મુકાયો છે ઃ
‘સવ્વદુષ્મપ્પસંતીણં, સવ્વપાવપ્પસંતિણું;
સયા અજિયસંતીણં, નમો અજિયસંતિણું.' (૩)
અનુષ્ટુમ્ જ છે. દેશીઓની પરિભાષામાં આ શબ્દ માત્રામેળ ગેય છંદો માટે પણ વપરાય છે, ચલણમાં છે. દા.ત. અભરામ ભગતના શલોકા :
૨૭