________________
ઘરમાંના નાનકડા ગાયત્રીહોમમાં કે અન્યથા વેદીમાં આહુતિઓ અપાતી હોય ત્યારે બ્રાહ્મણો બોલાવરાવતા હોય છે : “સ્વાહા', ને હોમ્યા પછી : “નયે રૂટું મને.' એ લલકારમાં કેટલા વર્ષો છે ? પ્રથમ ઉક્તિમાં પાંચ જ; “નયે રૂઢું ને મમ' માં આઠ. આ પાંચ હજાર વર્ષ પહેલાંની ઉક્તિઓ! માત્ર પાંચ-આઠ વર્ણી. પાંચવર્ણી વિરાજુ તે છંદોની આદિજનની, ને આઠવર્ણીમાં અનુષ્ટ્રભુનો શ્રીગણેશ. ત્યારે સ્તુતિ થતી. નાણાનું ચલણ નહોતું પણ મોંઘી વસત તે આજય. એનો ત્યાગ. “આ હું એ વિરાટમાં વ્યાપ્ત પુરુષને આપું છું; આ મારું નથી” એ ત્યાગનો, સમર્પણનો ભાવ. પણ એ ત્યાગ આનંદથી ગાતાં ગાતાં કરવાનો, રાજતાં-રાજતાં ! એ આનંદની ઉક્તિમાંથી આ લયે પ્રગટ્યો ! ઋકાળી ‘વિરાજૂ' : “ગાયત્રી', ત્રિષ્ટ્રભુ વગેરે :
જગતની પ્રાચીનતમ સ્તુતિઓમાં કદાચ જેને પહેલી મૂકવી પડે તે પુરુષસૂક્ત. એની એક ઉક્તિ છે.
‘તસ્માતુ વિરાડુ અજાયત !”
છન્દાંસિ જશિરે તસ્માતું !' આમ પ્રગટ્યો એ પ્રથમ છંદ. કહેવાયો ‘વિરાજુ'. “રંજ', ધાતુ આનંદસૂચક. એ જ ધાતુમાંથી સાંખ્યનો “રજસ્', એમાંથી કાળક્રમે સંગીતશાસ્ત્રનો “રાગ’ એમાંથી જ સૌંદર્ય-આનંદવાચક “રંજ'રંજન'-“રંગ', ને એમાંથી જ લોકને વહાલો હોય તે “રાજનું’. ‘વિરાજ' તે ‘વિરાજ' વિશેષ ગમતો. એમાં ત્રણ ભળતાં તે ગાવા માટેની ત્રિપદી થઈ “ગાયત્રી'. એમાં વણે આઠ ને ચરણો ત્રણ. એને જે એક વધુ ચરણ ઉમેરીને અનુસર્યો તે “અનુષ્ટ્રમ્. જુઓ, બધાં નામો સ્તુતિ/પ્રાર્થનાસૂચક ને ગાનસૂચક. ગાયત્રી'માં ગાનનું સૂચન, ‘વિરાજૂ'માં રંજન-ગાનનું સૂચન, “અનુષ્ટ્રભુમાં “સ્ટમ્' તે સ્તુતિવાચક. ઋકૃ-ઋચા' તે ય સ્તુતિ-પ્રાર્થના. સ્તુતિ એ હૃદયની સહજ વાણી-પ્રાર્થનાત્મક. આમ ઋફકાળે સ્તુતિસ્તોત્ર પ્રગટ્યાં. એમાં ગણતર છંદો, ટૂંકા ચરણ, માત્ર વર્ણમેળ, તેથી સરળ સાદો બંધ, પણ સુગેય છંદો: વિરાજૂ, ત્રિષ્ટ્રભુ, જગતી, આર્થિક, અનુષ્ટ્રમ્ વગેરે. કેવા ભાવમાંથી ?
આ તો પેલી વિરાટની ઊર્જા ! આમાં મારું નથી કશું!”
ઇદ ન મમ !” મહાકાવ્યકાળઃ વૃત્તારંભઃ અનુષ્ટ્રમ્-ઉપજાતિઃ
એ પાંચ હજાર વર્ષ પહેલાની વાત-કાળની. પછી વચમાં કેટલો ગાળો ગયો તે રામ જાણે ! ઇતિહાસે કોઈ ગણિત આપ્યું નથી ! પણ હજારેક વરસ તો હશે. એ પછીનો કાળ તે મહાકાવ્યકાળ. આપણાં રામાયણ-મહાભારતનો કાળ. કોઈ દેશમાં એનાં મહાકાવ્યો આમ પ્રજાસમગ્રમાં પ્રસરીને શતશતધારે પેઢી-દર-પેઢી ઊતરતા-તરતાં-તારતાં રહે, એવો શબ્દચમત્કાર બન્યો નથી. એ
૨૫