________________
ય
ધર્મકથનમાત્ર નહોતું, માત્ર કથાયે નહીં, જીવનસમગ્રનું કવન. એ બન્ને મહાકાવ્યો લોકભાષામાં જ પહેલાં વહ્યાં, લોકજીભે રહ્યાં (જૂજવે રૂપ !) ને વળી બંધાયાં તે ય લોકભાષામાં. ધર્મ ને જીવન અહીં જુદાં નહોતાં હજારો વર્ષ સુધી. એ બેને નવાં પરિમાણો આપ્યાં આ મહાકાવ્યોએ. લોક ધર્મપ્રેમી, કથાપ્રેમી ને કાવ્ય-ગીતપ્રેમી છે (હતું !) તેનો આ જીવતો પુરાવો. અસાધારણ કદનાં આ મહાકાવ્યો ભારતીય લોકજીવનનું કાઠું બન્યા છે આજ સુધી. ‘રામાયણ' માં ચોવીસ હજાર શ્લોકો; ને ‘મહાભારત’માં લાખેક ! પણ છંદ ઓછા. ‘મહા’માં મુખ્ય ઉપજાતિ (ઇન્દ્રવજા, ઉપેન્દ્રવજ્રા, વંશસ્થ, એનો મિશ્રછંદ). ‘રામાયણ’નો મુખ્ય છંદ ‘અનુષ્ટુમ્’. આર્થિક અનુષ્ટુનું જ સંશોધિત રૂપ. પેલો કેવળ વર્ણમેળી હતો, ત્યાં આમાં રૂપમેળનું, તથા નિશ્ચિત ચરણ કે શ્લોકત્વનું તો કાંઈક યતિનુંય – એવાં તત્ત્વો ઉમેરાયાં. આ છંદ/શ્લોક કેવો હતો ?
-
‘પાદબદ્ધોઽક્ષરસમસ્તન્ત્રીલયસમન્વિતઃ’
ઘાટીલાં ચરણો, સપ્રમાણ અક્ષરો મેળવાળાં, ને લય તો એવા કે વીણા સાથે ગવાય !
આ બે-કાળ ને મહાકાવ્યકાળ – એ યુગોની પદસમ્પ્રાપ્તિ-અઢળક છંદોની; પણ પહેલાં જ્યાં કેવળ વર્ણમેળ હતો ત્યાં અક્ષરમેળ ભળતાં નવાં વૃત્તોનો પાર ન રહ્યો.
સુત્તકાળ : મુક્ત લયના માત્રામેળી છંદો :
પછી જે ત્રીજો યુગ પ્રગટ્યો તે બુદ્ધ-મહાવીરનો ‘સુત્તકાળ’. કે હ ધ્રુવ કહે છે :
‘એ મહોદય પર્વમાં નિર્પ્રન્થ અને ભિક્ષુઓના આહ્વાનથી (જાણે) સરસ્વતી નવાદેહે પ્રાચ્ય દેશમાં અવતરે છે.’ (‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના', મુંબઈ, ૧૯૭૧; પૃ.૧૫૨).
લંબાણ થાય છે છતાં અહીં આ જ વિદ્વાનનું એક બીજું નિરીક્ષણ પણ સૌ સામે ધરવાનું મન રોકી નથી શકતો : કહે છે : (અહીં કૌંસમાંનો શબ્દ પણ અભિપ્રેત હોવાથી મેં મૂક્યો છે.)
:
‘શાસ્ત્રમાં સૂત્ર અને કાવ્યમાં મુક્તક તે સંસ્કૃત(-પ્રાકૃત) સાહિત્યની વિશિષ્ટ સૃષ્ટિ છે. પૃથ્વી પરની બીજી પ્રૌઢ ભાષાઓમાં વાઙમય અનેક શાખાએ વિસ્તાર પામ્યું છે; પણ તે પૈકી એકેમાં સૂત્રની અને મુક્તકની કોટિનો સંદર્ભ પાંગર્યો....નથી.’
સ્તુતિઓ : ગેય ભાવસ્પંદનો :
આ સંગ્રહની સળંગ દેખાતી સ્તુતિઓ જોતાં પણ તરત જણાશે કે એકએક શ્લોક જાણે આગવો ભાવખંડ છે, ને છેલ્લી પંક્તિ તો ઘણી વાર એક સૂત્ર જ બની જાય છે. વળી સ્તુતિઓ તો હૃદયોક્તિઓ; ઊંડા ભાવસ્પંદનોને દીર્ઘકથનો ન જ ફાવે. એનું ઉત્તમ ઉદાહરણ તો નન્દિષણનું ‘અજિત-શાન્તિસ્તવ’. લાંબું, ખાસ્સા ૩૭ શ્લોકો. એમાંથી કોઈપણ શ્લોક લો. અરે, ક્યારેક તો આવૃત્ત થતાં સંધિખંડો ય જાણે સજીવન ઊર્મિસ્પન્દનો : સરળમાં સરળ ! એક એક શબ્દનો જ જાણે અર્ધ્ય :
૨૬