________________
વિશેષ પ્રતીતિ કરાવશે. ભાષા ધર્મ/દર્શન, ઇતિહાસ, સંસ્કૃતિ/પુરાતત્ત્વ એ ચતુર્વિધ સજ્જતા એકસાથે કામે લાગી છે. આ ચતુર્વિધ સંસૃષ્ટિ” એ વિરલ જ! વળી તાટટ્ય પણ.
સંસ્કૃતના પ્રભાવ-સ્વભાવની વાત છે ત્યાં, કે કેટલીક કૃતિઓની મર્યાદા દર્શાવાય છે ત્યાં, કે કેટલાક કર્તાઓનો પરિચય અપાય છે ત્યાં જે તાટધ્ધ છે તે ઉદાહરણીય છે. સંપાદક ચોથી સદીના ઉમાસ્વાતિનો પરિચય આપતાં, યોગ્ય રીતે એમની રચનાઓ માટે ‘પદ્ય' (verse) શબ્દ વાપર્યા પછી યે પાછી સ્પષ્ટતા કરે છે કે એમાં કાવ્યત્વ નથી. પણ સરળ પદ્ય-બોધ લોકકંઠે ચડી ગયો છે અને એ સર્વોપકારક છે : “ક્રોધે વણસે પ્રેમ, ગર્વથી સ્વમાન જાયે' એવા અર્થનાં પદ્યો સરળતા ને લયને કારણે મુખે ઝટ ચડી જાય. શ્વેતાંબર પરંપરામાં જે આદ્ય સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર મનાયા તે તો દિગંબર સમતભદ્ર હોવાનું સંપાદકો ઠરાવે છે, ને એ (સમંતભદ્ર) હકીકતે બીજીમાં નહિ પણ સાતમી સદીમાં થઈ ગયાની સ્પષ્ટતા પણ કરે છે. ઝીણવટ પાઠનિર્ણયઃ
છઠ્ઠી અને આઠમી સદી વચ્ચેના બસ્સો વર્ષના ગાળામાં કોઈ શ્વેતાંબર સ્તુતિ-સ્તોત્રકાર નથી મળતા. વિદ્વાન સંપાદકોએ એ સ્તોત્રના મૂળ શબ્દરૂપ નક્કી કરવાની કાળજી પણ લીધી છે :
“અમે અહીં આગમોની પ્રાચીન હસ્તપ્રતોમાં દેખાતાં, તેમજ ચૂર્ણિ સરખાં પુરાણાં આગમિક વૃજ્યાત્મક સાહિત્યમાં જળવાયેલાં અસલી અર્ધમાગધિક રૂપોને અનુસરીને, તે ભાષાના સૂચિત થઈ શકતા નિયમોને આધારે, સ્તોત્રપાઠો નિશ્ચિત કર્યા છે.” (પૃ.૫૮)
જે તે સ્થળ-કાળની ભાષારચના (“ચ” નહીં, “સ')-એનો ખ્યાલ લેવો ને પછી શબ્દરૂપાનુસંધાન કરવું એ, જે તે સ્થળકાળની ભાષા ને શબ્દરચના બન્ને પરનું પ્રભુત્વ માગી લે છે. અહીં એ છે તેનો આનંદ છે. તેમાંય અર્ધમાગધી તો પ્રાકૃતોમાં ય પ્રાચીનતમ. ભાષાની સાથે છંદો વગેરેનો પણ ખ્યાલ રાખ્યો છે. કર્તા, કૃતિસમય, છંદ, વસ્તુ, રચનાવિધાન વગેરેની પણ સંક્ષેપે નોંધ આપી છે – આગળના પ્રાકથનમાં ભૂમિકા કર્તા-કૃતિ-પરિચાયક નોંધવાળી હોવાથી કૃતિ આમ તો શ્રદ્ધાળુને સુલભ; પણ ફરીથી કહું, અન્ય સાહિત્ય-ધર્મ-સંસ્કારીઓ સુધી આ બધું પહોંચાડવા જેવું છે. તો, ગુજરાતી/હિન્દી ગદ્યાનુવાદ ઇષ્ટ. આગમિક/ઐતિહાસિક મહત્ત્વ પણ :
કાવ્યગુણ જ નહીં, લોકોપયોગિતા, ઐતિહાસિક કે આમિક મહત્ત્વ એ બધું પણ સંપાદકોએ લક્ષમાં લીધું છે તે યોગ્ય જ થયું. આ કંઈ સાહિત્યસંગ્રહ નથી. પ્રાર્થનાત્મક પદ્યકૃતિ લોકને બોધ, ભાવ, સરળતા, લય વગેરેને કારણે પણ કંઠે રહી ગઈ હોય-રહેતી આવી હોય લાંબા ગાળાથી; તો એ કાળજેયી તો ખરી જ, ભલે અમુક જ વર્ગ માટે. પણ લીધા પછી કૃતિઓની મર્યાદા પણ બતાવે એ સંપાદકોની દૃષ્ટિનું ઔદાર્ય. દા.ત.ઇ.સ.૪૫૦ની દેવવાચકકૃત “....ગણધરસ્તુતિ' કે તીર્થંકર નામાવલિ....એ ઐતિહાસિક દૃષ્ટિએ પણ મહત્ત્વની કૃતિઓ ગણાય જ.
૩૩