________________
એક જ ભારત-ઇરાનિયન-કુળની, વેદોત્તર કાળની. આ સ્થિતિ ભાષાષ્ટિએ. હવે જરાક પાછું વાળીને સ્તુતિ-છંદાદિ દષ્ટિએ ય વિચારીએ, જેથી અહીંના સંગ્રહનું ઐતિહાસિક (ને સાહિત્યિક) મૂલ્ય સમજાય. બુદ્ધ-મહાવીરનો કાળ તે “સુત્તકાળ' કહેવાય. એની પહેલાના બે-ઋકુકાળ ને મહાકાવ્યકાળના અનુસંધાને સુત્તકાળને જોઈએ. થોડોક ભાષાકુળવિચાર પણ ખ્યાલમાં રાખીએ. ભારતને ય ખ્યાલમાં રાખીએ. આર્યભાષાનુસંધાને ભાષાસ્થિતિઃ
ભારતમાં બે મુખ્ય ને મોટાં ભાષાકુળો :
(૧) ઉત્તરની આજની ઘણીખરી ભાષાઓનું (ઇન્ડો-ઇરાનિયન સાથે સીધો, તો ઇન્ડોયુરોપિયન સાથે દૂરનો સંબંધ ધરાવતું) ભારતીય આર્યકુળ. અને (૨) દક્ષિણની ભાષાઓનું દ્રવિડકુળ.
પહેલા કુળનો અહીં આપણે વિચાર કરીએ છીએ. એને સંસ્કૃત-પ્રાકૃત સાથે પરંપરાપ્રાપ્ત સીધો સંબંધ છે. પ્રાકૃત તે એક નહીં, અનેક પ્રદેશોમાં એક કાળે બોલાતી અનેક બોલીઓના એક જૂથનું નામ. એમાં આવે પાલિ, માગધી, અર્ધમાગધી, શૌરસેની, મહારાષ્ટ્રી, આટવિક (અટવિની), પૈશાચી વગેરે. એ બોલાતી બોલી જ રહી, એટલે મોટેભાગે સ્વતંત્ર રચનાઓ ને સ્વતંત્ર વ્યાકરણ વિનાની જ રહી! લોકબોલી પર વ્યાકરણ ભાગ્યે જ હોય ! તો, વળી એ સાહિત્યનું વાહન તો ગણાય જ શેને? સંસ્કૃત પંડિતો તો નાકનું ટેરવું ચડાવી એને કહેતા ‘વિભાષા'. પણ એ ભૂલી ગયા કે વિભાષા/બોલીઓ પરથી ભાષા બંધાય છે ! ખેર, પણ પ્રાકૃતોને વર્ષો સુધી કોઈ એક માન્ય વ્યાકરણ મળ્યું નથી. (સદ્ભાગ્યે પાઈઅ-સદુ-મહષ્ણવો' જેવો માતબર કોશ મળ્યો !).
આર્યભાષાકુળના ચાર વિકાસ તબક્કા : (૧) વૈદિક બોલીઓ વગેરેનો આદિકાળ (ઇ.સ. પૂર્વે ૬૦૦ પહેલાં). (૨) પ્રાકૃતોનો મધ્યકાળ (ઇ.સ.પૂ.૬૦૦-૫૦૦ થી ઈ.સ. ૬૦૦ આશરે). (૩) અપભ્રંશોનો અર્વાચીનકાળ (આશરે ઇ.સ.૫૦૦-૬૦૦ થી ઇ.સ.૧૧૦૦-આશરે) પછી (૪) અર્વાચીન ભાષાઓના કાળ. અદ્યતન ભાષાઓ પંદરમી-સત્તરમી સદી આસપાસ આરંભાઈ. આપણે ત્યાં નરસિંહથી ટૂંકમાં આ બધી પ્રાકૃતો “Middle Indo-Aryan' માં આવે. જેમ ઊડતી પાછલી નજરે ભાષાકાળ જોઈ વળ્યા તેમ સ્તુતિ-છંદની દૃષ્ટિએ પણ એક ઊડતી અતીત-દષ્ટિ નાંખી લઈએ જેથી નજર સામેની કૃતિઓનું ઐતિહાસિક મૂલ્ય પણ સ્પષ્ટ બને. ઊડતી નજરે આપણા પઘબંધો-સ્તુત્યાદિનું પ્રગટનઃસંચલનઃ
આપણો આ સંગ્રહ સુત્તકાલથી આરંભાય છે; આજથી અઢીએક હજાર વરસ પહેલાંનો એ કાલ. પણ એનીયે પહેલાંના અઢીએક હજાર વરસ – એટલે કે આજથી પાંચેક હજાર વરસ પહેલાંને વિચારમાં લઈએ.
સહેજ કાન ખુલ્લા હોય ને આપણી સંસ્કૃતિના ઇતિહાસની આછીપાતળીયે જાણકારી હોય તો નવાઈ પમાડે એમ હજી કેટલુંક પાંચહજાર વર્ષ પૂર્વેનું એમનું એમ યથાતથ વણસમયે બોલાયે જાય છે !
૨૪