________________
“ગુણા ગભીરા, પરમા પ્રસન્નાં,
બહુમકારા બહવાસ્તવેતિ..” (૩૧) અહીં પણ જાણે કાળદેવની અતીતકલા લાઘવથી ગૌરવભેર ફેલાઈ છે ! કહેવાનું મન થાય:
વત્વે વિભું કાલકલામતીતમ્ (૩૭) ભારતને બાંધવામાં-એકીકૃત રાખવામાં આવી કાલકલાનો ફાળો કેવો છે તે વિચારવા જેવું છે. ભારતને બાંધનાર બે તત્ત્વો ધર્મ અને ગાન-છંદ
લોકજાતિઓ અને ભાષાદિની વિવિધતાની બાબતમાં ભારત જેવો લોકસંઘ બીજે ક્યાંય નથી. શલ્ય પર્વમાં મહાભારતકારે (૪૬, ૧૦૩) આ લોકસંઘની ચાર વિલક્ષણતાઓ દર્શાવી :
(૧) જાતજાતનું ને ભાતભાતનું લોક; (૨) જાતજાતની ને ભાતભાતની આપણી-આપણી આગવી (સેંકડો) ભાષા બોલતું લોક;
(૩) રંગે પણ અણસરખું : ગોરું, પીળું, રાતું, ઘઉં, ભીનું, ઊજળું કે સાવ કાળું એમ વર્ણવર્ણનું લોક; પણ – (૪) પણ, પોતપોતાની ભાષામાં તો પૂરેપૂરું રંગમાં હોય એવું લોક
નાનાચર્મભિરાચ્છન્ના, નાનાભાષાશ્ચ ભારત; કુશલા દેશભાષાસુ
જલ્પત્તોન્યોન્યમીશ્વરાટ' આ ચોથી વિલક્ષણતા તો આજેય અક્ષણ છે. આમાં વળી ઉમેરો ધર્મોની વિવિધતા ! દુનિયાભરના ધર્મોનો અહીં મેળો – ને વધારામાં વણજોયા-નોંધ્યા ધર્મો હોય તે જુદા ! આવું લોક, પોતાની જ બોલીએ રાચતું, પોતાનો ધર્મ પાળતું હતું ! તો એનું આ હજારો વર્ષનું સહજીવન કઈ રીતે શક્ય બન્યું? બે મુખ્ય તત્ત્વો :
(૧) ધર્મની બાબતમાં મોકળાશ, અને
(૨) ધર્મવાણીની સમાન પદ્યપરસ્તી કે ગાનબદ્ધતા કે છંદપરસ્તી. અનેક ભાષાસાહિત્યને એક કરતું એક બળ.
આ બે મોટાં એકતા સાધક સૂત્રો છેક રાજકારણ પ્રજાજીવનમાં નહોતું પ્રવેશ્ય ત્યાં સુધી હતાં, વીસમી સદી સુધી. (પછીની વાત સર્વાનુભવની અત્યંત વસમી છે : દિનદિન વધતી જતી આર્થિક અસમાનતા, મૂલ્યહાસ, નેતૃત્વનું દેવાળું, ધર્મની સાચી મોકળાશવાળી દષ્ટિનો અભાવ, અર્થેકલક્ષી