________________
‘સરસ્વતીમાતા બ્રહ્માની બેટી, બુદ્ધિની દાતા વિદ્યાની પેટી, ગણપતદેવનાં ચર્ણ આરાધું, માન ત્યાગીને વિદ્યા હું માંગુ ?
આ ચોપાઈ જેવી રચના પણ ‘શલોકા' કહેવાય ! મૂળ શ્લોક શબ્દ હજારો વર્ષથી બે અર્થમાં ચાલુ રહ્યો – માર્ગી શિષ્ટોના અર્થમાં ને મૂળ એ પરથી જ ‘ચરણબદ્ધ ગેય રચના’ એવા દેશીપક્ષના અર્થમાં. માર્ગાદેશી આદાનપ્રદાન ને ભેદાભેદ પણ એ બન્ને પ્રવાહો આજ સુધી વહેતા હોવાથી, બન્નેની તુલનાથી જોવા મળે છે. પણ આ દેશીઓના સ્વીકારનો અને એને પ્રતિષ્ઠિત કરવાનો, પ્રોત્સાહન કાળ પણ આ સુત્તકાળ.
શબ્દમાં ભળે છે સૂર ઃ તરતી વાણી મરતી નથી :
બુદ્ધ-મહાવીરની વાણી તો વહી હશે ઇ.સ.પૂર્વે છઠ્ઠી-પાંચમી સદીમાં, પણ એમના પરિનિર્વાણ પછી યે બેત્રણચાર સૈકા વહેતી રહી ને આગમે-ત્રિપિટકે બાંધી શકાઈ તે તો એના આવા લોકસંગ્રાહક પદ્યબંધોને કારણે. તરતી વાણી મરતી નથી. વળી સુત્તકાળનું આ પઘ લલકાર-ગત હતું, ઉચ્ચારાતા વાડ્મયનાં લક્ષણોવાળું, પદબંધમાં માત્રા/વર્ણ ખૂટે તે બોલીના લહેકાથી પુરાય ! આવી સ્વરપૂર્તિ એ સંગીતનું લક્ષણ, જે અહીંની સ્તુતિઓમાં પણ જોવા મળે છે. આ છૂટને કે. હ. ધ્રુવ ‘આર્ષદષ્ટિ’ કહે છે (પૃ.૬૩). ‘અજિતં જિતારિંગણું....' વાળી ગાથામાં સંધિખંડોના અંતના ‘તમ્...’ ‘ગણમ્....’ ‘ભયમ્....’ અને ‘ભવોઽપહૃતમ્’માં ‘ભવો...’ પછી ‘ઓ...’ - એ લંબાવવા પડે છે. ‘પાપમ્ પ્રશમતુ મે ભગવ’માં ‘પ્રશમ્...એ..એ' કરવું જ પડે. છેલ્લે આવતો ‘મ’ પણ ઘણીવાર પ્યુત બને છે ! આ સંગીતતત્ત્વને તાલનું તત્ત્વ પણ પદ્યબંધોમાં આ કાળથી ઉમેરાય છે. એની ઉત્તમ સમ્પ્રાપ્તિ તે ગાથા-આર્યા, ને વિશેષે તો વૈતાલીય.
તાલતત્ત્વ : વેઆલીય :
સૂયગડ અંગના પ્રથમ શ્રુતસ્કંધના બીજા અજયણનું તો નામ જ છે વેઆલીઅજયણ. ‘વેઆલી’ એટલે ‘વીણા’. આ છંદ જાણે વીણાનો રણકાર ! રામાયણના શ્લોકને સંદર્ભે વીણા, અહીં પણ વીણા ! તેથી જ કહેવાયું કે જાણે સરસ્વતી નવદેહે અવતરી ! પ્રાકૃતનો પ્રધાન છંદ ગાથા પણ આવો ! સુગેય. અહીં, આ સંગ્રહમાં ‘અજિત-શાન્તિસ્તવ'માં આરંભ-અંતે છે, પણ પછીની આ વિભાગની (૪ થી ૧૯) બધી રચનાઓ આ છંદમાં છે ! એનાં દૃષ્ટાન્તો અહીં હાથવગાં (નજરવાં) હોવાથી અહીં ઉતારતો નથી. પણ એની સુગેયતા ને તાલપરકતા નોંધપાત્ર છે. જ્યાં ‘જય’ આવે તે ‘ગેય’ પણ તાલબહાર, નિસ્તાલ લેતાં, ગેયત્વ વધે ! દા.ત.
‘[....જય]ણાણું-હંસણાલોયકલિયકિરિયાકલાવવિષ્ણાસ' (૧૫/૭)
દીર્ધસમાસ લાગે. પણ ત્રણ અષ્ટકલો પછી એક પંચકલ કે ત્રિકલ, ને ‘જય’ તો જાણે નિસ્તાલ
૨૮