________________
પ્રકરણ ૧ લું.
એક જુવાન સિપાહી તરીકે હિંદમાં આવ્યો હતો. હૈદરઅલી સાથેના યુદ્ધમાં તે સામેલ હતો. સને ૧૭૯૩-૯૯ અને ૧૮૦૦ મહેસૂર અને દક્ષિણમાંથી જે. મુલકો મળ્યા તેમાં મહેસુલને બંદેબસ્ત કરીને તેણે નામ કહાડયું હતું. સને ૧૮૧૪માં ફરીથી મદ્રાસની ન્યાયપદ્ધતિને તપાસવા અને સુધારવા સારૂ નિમાયેલી એક ખાસ સભાના પ્રમુખ તરીકે તે હિંદમાં આવ્યા; અને જવાબદારીવાળા વહીવટી કામમાં સ્વદેશીઓને વધારે ભાગ આપનારા પ્રસિદ્ધ કાયદાઓ તેણે પસાર કરાવ્યા. ૧૮૨૦ માં તે પાછો મદ્રાસના ગવરનર તરીકે ત્રીજી વાર હિન્દમાં આવ્યો. તેણે મદ્રાસને રૈયતવારી જમાબન્દીબંબસ્ત કર્યો, અને ૧૮૨૭ના જુલાઈ માસમાં લોકો આશીર્વાદ લઈ દેશને શેકમાં ડુબાવી હિંદમાંજ બેહેસ્તનશીન થયો.
સર ટોમસ મનાએ જે મદ્રાસમાં કર્યું તે માઉન્ટ ટુઅર્ટ એલ્ફિન્સ્ટને મુંબઈમાં કર્યું. તે મનો કરતાં અઢાર વર્ષે નાનો હતે. તે ૧૭૯૬માં આપણા દેશમાં આવ્યા હતા અને ૧૮૦૩ માં એસેનું યુદ્ધ થયું ત્યારે ડયુક ઑફ વેલિગેટનને પિલિટિકલ સેક્રેટરી જે હતો. ૧૮૦૮ માં લૉર્ડ મિન્ટોએ તેને રાજદૂત તરીકે અફઘાનીસ્તાન મેકલ્યો અને તે વખતે તેણે અફઘાનેના સંબંધમાં પહેલું અને હજી સુધી પ્રમાણભૂત ગણતું પુસ્તક લખ્યું. ૧૮૧૧ માં પિશ્વા સરકારમાં બ્રિટિશ એલચી તરીકે તેને નીમ્યો અને સને ૧૮૧૭ના છેવટ મરાઠા વિગ્રહમાં તેણે અગ્રભાગ લીધો. આ રીતે મેળવેલા મહારાષ્ટ્રના લાંબા અને બહોળા અનુભવથી જ્યારે પેશ્વાને મુલક ખાલસા કરવામાં આવ્યો ત્યારે તેને મુંબઈના ગવર્નર તરીકે નીમવાનું યોગ્ય જણાયું. આ મોટા હેદાની ફરજ તેણે સાત વર્ષ સુધી બજાવી. તેણે મુંબઈના કાયદાઓ એકત્રિત કર્યા, સ્વદેશીઓને સરકારી કામમાં વધારે સંખ્યામાં દાખલ કર્યા; અને દેશમાં કેળવણીને વિસ્તાર કર્યો. સને ૧૮૨૭માં તે નિવૃત્તિપરાયણ થઈ ઈગ્લેંડ ગયે.
આ પ્રમાણે જ્યારે સને ૧૮૨૮માં બેન્ટિન્ય ગવર્નર જનરલના સિંહાસન ઉપર આવ્યો ત્યારે વહીવટી સુધારાનું કામ સારી રીતે આગળ વધેલું