________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય કવિઓ તાલ ને માત્રા નિયમે જ લખતા.૧ છતાં આ પિંગળનું કામ હજી સુધી થયું નથી. તેનું એક કારણ એ છે કે કેટલાક દેશો ઢાળે જે માણભટે ગાતા તેની પરંપરા અત્યારે નષ્ટપ્રાય થઈ ગઈ છે. માણભટો પણ ભવાયાની પેઠે નવા નાટકી રાગો લેવા માંડયા છે. તે ઉપરાંત જૂના રાહનાં નામે લહિયાઓએ સાચાં લખ્યાં છે કે કેમ તે સંશય છે, અને જુદા જુદા વિભાગમાં અમુક રાહ એક જ રીતે ગવાતે અથવા તે અમુક રાહનું બધે ય એક જ નામ હતું એવી ખાત્રી થતી નથી. તે ઉપરાંત જૂના કવિઓનાં કાવ્યના પાઠ શુદ્ધ નથી અને અશુદ્ધ પાઠમાંથી પિંગલદેહને શોધી કાઢવા ઘણું વિકટ કામ છે. આથી આ કામ થયું નથી અને અહીં એવા અણખેડાયેલા વિષયને નિરૂપવાને અવકાશ નથી. એટલે એ દેશી ઢાળોના ફેરફાર વિશે હું કશું કહેવા માગતા નથી. માત્ર જેમ મોજણીદારે ખેતરવાર માપણી ન કરતાં ગાળ મા પણ કરે છે તેમ દેશી ઢાળો સમસ્ત વિશે એક બે વાતો કહી આગળ ચાલીશ. આમાં પ્રથમ એ કહેવાનું છે કે અર્વાચીન સમયમાં જૂના ઢાળો, રામગ્રી આશાવરી વગેરે આખ્યામાં વપરાતા કાળો, સાહિત્યકારોએ લગભગ છોડી દીધા છે એમ કહીએ તો ચાલે. આ ઢાળનો છેલ્લો દાખલો, પ્રતાપ નાટકના લેખક તરીકે વધારે પ્રસિદ્ધ સગત ગણ પતરામ રાજારામ ભદના લઘુભારતને છે. આ કાવ્ય પાંચ ભાગમાં પ્રસિદ્ધ થયું છે અને છેલ્લે ભાગ સંવત ૧૯૬૫ માં એટલે ઈ. સ. ૧૯૦૬ માં પૂરો થયો છે. એ ઢાળોની ઉપયોગિતા અને શક્તિ જેવા એ કાવ્ય વાંચવા જેવું છે, જો કે હાલ તો ઘણું એનું નામ પણ જાણતા નથી. તેમની પછી કેઈએ આ ઢાળોને આવો ઉપયોગ કર્યાનું ધ્યાનમાં નથી. તેમાં બે નાના અપવાદો બતાવવા જેવા છે. શ્રીયુત નરસિંહરાવે જબુક્યોતિના ભાષાંતરમાં ઢાળ અને વલણેને ઉપયોગ કર્યો છે. શ્રીયુત કે. હ. ધ્રુવે મેઘદૂતના ભાષાંતરમાં
૧ નવલગ્રંથાવલિ શાળાપાગી આવૃત્તિ ભાગ ૨, પૃ. ૨૫