________________
અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યરચના [ એકવીસ ગ્લૅકેની કેકાવલી પૃથ્વીમાં લખેલી છે તે કંટાળો નથી આપતી. એટલે હું માનું છું કે વાક્યના અર્થવિરામો અને ઉચ્ચારમાં ધ્વનિના અથનુકુલ આરોહ-અવરહથી પિંગલસિદ્ધ પૃથ્વી છન્દમાં બહુ લાંબે સુધી ટકી રહેવાની શક્તિ છે-કેટલે લાંબે તેની મર્યાદા તો અનેક પ્રયોગો કર્યાયો જ જણાય.
પૃથ્વી સામે હજી એક વાંધે વિચારવાનો રહે છે. પૃથ્વી અક્ષરમેળ છન્દ છે, તેમાં લઘુ ગુરુનાં સ્થાને નિયત છે. આ બંધારણ અર્થને યથેચ્છ વહેવામાં બાધકારક ન થાય? હું ધારું છું ન થાય. અત્યાર સુધી આપણે અનુભવ કહે છે કે ન થાય. અક્ષરમેળ છન્દોમાં કથેલી નર્મદાશંકરથી માંડીને અત્યાર સુધીના કવિઓની કવિતા જેશે તો જણાશે કે આપણું કવિતાકારે સંસ્કૃત વૃત્ત ઉપરનું પ્રભુત્વ મેળવતા જ જાય છે. બધાં વૃત્તોમાં પૃથ્વી સૌથી છેલું લખાવા માંડયું. દલપતરામે તેનું બંધારણ આપતાં પિંગળમાં પણ ભૂલ કરી છે. નર્મદાશંકરે તે લખ્યો જ નથી. શ્રી નરસિંહરાવે પણ પૃથ્વી વાપર્યો સ્મરણમાં આવતું નથી, વાપર્યો હશે તે જજ જ. એટલે પહેલાંના વાચનશોખીનને પૃથ્વીની લઢણ ઓછી છે. એ વાચનશોખીને હજી પ્રો. ઠાકારના પૃથ્વીની વિરુદ્ધ બોલે છે, અને બીજી બાજુ નવા કવિતાલેખકે ઉપરાઉપરી પૃથ્વીમાં લખ્યું જાય છે, તેમને તેમની કલમની ખાતર ના પાડવી પડે એટલે સુધી! એટલે સંસ્કૃત વૃત્તોનાં બંધારણે કવિતાપ્રવાહને યથેચ્છ વહેતાં સકાચકારક નીવડશે એમ હું નથી માનતે.
અને પૃથ્વીની આટલી શક્તિ છતાં તે બ્લેક વર્સનું પૂરું કામ આપી શકે એમ હું માનતો નથી. એની પંક્તિમાં પિંગલનો યતિ નથી એ સાચું, એની પંક્તિની અંદર યતિ રમી શકે એ સાચું, પણ તેની પંક્તિના અંતનો યતિ તદન ઉડાવી દેવાય એમ હું માનતો નથી. પ્રો. ઠાકરે પણ અંત્ય યતિ સર્વથા ઉડાવી શકાય એવો દાવો કર્યો નથી. તેઓ કહે છે કે “આ અગેય પદ્યરચનામાં પંક્તિના