________________
પરિશિષ્ટ
ફરતાં ફરતાં આવ્યો એક માલતિમંડ૫ તેમાં “ફરતાં” શબ્દો ઉચ્ચાર અને કઈ રીતે અસ્વાભાવિક થતો લાગતો નથી. એટલું જ કે સામાન્ય ગદ્યમાં આપણે ઉતાવળું બોલતાં જે કેટલાક વર્ષોને કચરી નાંખીએ છીએ તેમ અહી કચરીએ તો ચાલે નહિ. પણ એવી રીતે કવિતા મેશાં ગદ્ય કરતાં જુદી જાતનું સ્પષ્ટ શુદ્ધ ગંભીર ભાવાનુકૂલ પઠન માગે જ છે. (જુઓ Oxford Lectures on Poetry by A. C. Bradley, Poetry for poetry's sake. P.4. અને પૃ. ૨૮ ઉપરની Note A). ઉપરની મનહરની પંક્તિઓમાં પણ–બનેમાં પણ–ગદ્યની પેઠે એ પંક્તિઓને ઉચ્ચાર નથી જ કરવાને.
છતાં ઉપરની મનહરની પંક્તિઓમાં શ્રી ખબરદાર પહેલી કરતાં બીજી પંકિત મનહરને વધારે અનુકૂળ કહે છે તેની સાથે હું સંમત થાઉં છું. અને તેને ખુલાસો મનહરના ચતુરક્ષર સંધિમાં પહેલા અક્ષર ઉપર જે તાલ છે તેથી ગૌણ તાલ ત્રીજા અક્ષર ઉપર છે એમ માનવાથી થાય છે.
વાર વિચારતાં હુગલી કે જર્મના • આમાં પ્રધાન તાલને માટે મેં મોટી લીટી કરી છે ને ગૌણને માટે નાની લીટી કરી છે. ઉપરની પંકિતમાં પ્રધાન તાલ શબ્દના આg અક્ષર પર છે તે બરાબર છે. પણ ગૌણ તાલ અસ્વરિત કે કૂત બાલતા પર પડે છે તે અક્ષર તાલક્ષમ નથી. અને શ્રી. ખબરદારે સૂચવેલા પાઠાન્તરમાં એ મુશ્કેલી જતી રહી છે; એટલે શ્રી ખબરદારના મતનો ખુલાસો મેં સૂચવેલ પ્રધાન ગૌણ તાલની વ્યવસ્થાથી થાય છે,
આ ચર્ચામાં ઘણું મૂલગામી પ્રજને આવે છે, પણ આથી વધારે આ વિષયની હું અહીં ચર્ચા કરી શકતો નથી. માત્ર મારો અભિપ્રાય સ્પષ્ટ કરી આટલાથી સંતોષ માનું છું.