________________
૮૦ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ગૌણ તાલ છે. એ દષ્ટિએ જોતાં મનહર ઘનાક્ષરીના ચતુરક્ષર સંધિમાં પહેલા અક્ષર ઉપર તાલ છે. તે ઉપરાંત ત્રીજા ઉપર એક ગૌણ તાલ છે. એક દાખલાથી આ ગૌણ તાલનું અસ્તિત્વ બતાવવા પ્રયત્ન કરીશ.
હિલો મિલો પ્યારે જાન બંદગીકી રાહ ચલો જિંદગી જરાસી તામેં દેહ બહલાના હૈ આવે પરવાના અને એક હૂ ન બહાના યાતે
નેકી કર જાના ફિર આના હૈ ન જાના હૈ. અને એક દાખલે વનવેલીમાંથી લઈ એ.
. હાથી જે મારામાં નથી શકિત, નથી જુક્તિ, નથી છટા, નથી ઠાઠ, નથી શબ્દનું ભંડળ, નથી બુદ્ધિને પ્રભાવ, કે હું
શ્રોતાને ઉશ્કરી શકું. અહીં હિલો મિલ” “નથી શક્તિ નથી જુક્તિ' વગેરે દરેક યક્ષ શબ્દના પહેલા અક્ષર ઉપર તાલ મૂકીએ તોપણ ઘનાક્ષરીના સંવાદને વિક્ષેપ આવતો નથી, મને લાગે છે તે પુષ્ટ થાય છે. જો એ તાલ પ્રતિકૂલ હોત તો જરૂર સંવાદ તૂટત.
શ્રીયુત કેશવલાલભાઈ ચતુરક્ષર સંધિથી વાય શરૂ કરવાનું ન કહેતાં હરકોઈ એકી સંખ્યાના અક્ષરથી વાકય શરૂ કરવાનું કહે છે તે મને આ રીતે ઉપપત્ર લાગે છે. એમ કરવાથી વાય પ્રધાન નહિ તે ગૌણ તાલથી શરૂ થાય છે અને નવા વાક્ય સાથે મનહરનું સ્પન્દન શરૂ થાય છે, મનહરનો લય તિરહિત થયો હોય તે પાછા આવિર્ભત થાય છે એટલે તાલ નાંખવાને હરકેઈ એકી અક્ષર અનુકૂળ પડે. એટલે અર્થભાર મૂકવાને તેથી વધારે સ્થાને પ્રાપ્ત થાય.*
આવી રચના, જેમાં એક જ પ્રકારને તાલ આવ્યા કરે, તે આગળ ચાલતાં એકવિધ ન થઈ જાય તે હવે વિચારવાને પ્રશ્ન રહે છે. ઘનાક્ષરીના તાલો વારંવાર તિરહિત થાય, વળી અર્થભાર
* પરિશિષ્ટ જુઓ.