________________
૮૨ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય આવે છે એમ હું માનું છું. અને આવું સંખ્યાજન્ય વૈચિત્ર્ય માત્ર ઘનાક્ષરી અને મનહર જેવા છન્દમાં જ પ્રતીત થાય, કારણ કે, માત્રા કે ગુરુ લઘુના માપ સિવાય માત્ર સંખ્યાના સંવાદથી એ ઘડાયેલા છે. આ માત્ર મારો તર્ક છે. તાલ થડકારે અર્થભાર એ બધાને ભિન્ન પારખી કાઢવા એટલું મુશ્કેલ છે કે વિદ્વાનોના સમર્થન વિના હું મારા આ તકને વિશેષ મહત્ત્વ આપી શકતો નથી.
વનવેલી વિશે ચર્ચા કરતાં મને એક જણાયું છે તે એ કે તેના પૂરા જોઈએ તેટલા પ્રયત્નો થયા નથી. આપણે જુવાન લેખકે ઘણીવાર ધૂળ જેવી વાર્તાઓના અનુવાદ કરે છે અને શેકસપિયર જેવા જગવિખ્યાત નાટયકારની કૃતિઓને ગુજરાતીમાં ઉતારવા કહ્યું જ કરતા નથી એ મને બહુ શોચનીય લાગે છે. હું નથી ધાર આપણામાં શેકસપિયરને નિંદવાની “ફેશન” હજી થઈ હોય. યુરેપના મહાન અને સ્વદેશાભિમાની દેશોએ પણ શેકસપિયરને સ્વભાષામાં ઉતાર્યો છે. માત્ર નાની નાની કૃતિઓ નજર આગળ રાખવાથી મન કલ્પના અને શક્તિ નાની થઈ જાય છે. પરભાષામાંથી કાંઈ લેવું હોય તે તે ઉત્તમ જ લેવું જોઈએ. ત્યાંથી અહીં લાવતાં લાવતાં વાસી થઈ જાય એવી ચીજને લાવીને શું કરવું છે?
આપણા પિંગલના ત્રણ મુખ્ય વિભાગે. પહેલો જેને દલપતરામે અક્ષરમેળ કહ્યો, જેમાં હું માત્ર આવર્તન વિનાનાં લઘુ ગુરુના નિશ્ચિત સ્થાનવાળાં સંસ્કૃત વૃત્તોને જ સમાસ કરું, જેવાં કે વસન્તતિલકા, મંદાક્રાન્તા. બીજો વિભાગ બીજભૂત સંધિનાં આવર્તનવાળે જેમાં દલપત પિંગલના ઝૂલણ હરિગીત જેવા માત્રામેળ છન્દો બધા આવે, અને જેમાં તે ઉપરાંત વર્તનવાળા દલપતપિંગલના અક્ષરમેળને પણ હું સમાવેશ કરું, જેવા કે તોટક ભુજંગી અને સંસ્કૃત સાહિત્યના દંડક પણ. અને દલપતપિંગલના અક્ષરમેળમાંથી મનહર ઘનાક્ષરી જેવાને હું જુદા મૂકું કારણ કે તેનું સ્વરૂ૫ લઘુ ગુરુનાં નિયત સ્થાને કે માત્રાના કઈ માપથી ઘડાયું