________________
છે. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના [ ૮૭ ' ખરી રીતે આમાં સાબિતી નથી. માત્ર બીજી કલામાંથી દાખલા આપ્યા છે, જેને આપણે ઉપમાન (argument by analogy) સરણી કહીએ. પણ કલામાં ઉપમાન બહુ જ ઓછું કામ આવે. દરેક કલાની શક્તિ અને એ શક્તિની મર્યાદા તેના ઉપાદાન ઉપર આધાર રાખે છે. કલાનું વગીકરણ પણ તેના ઉપાદાનને અવલંબીને જ કરાય છે. કાવ્યમાં આજ સુધી નિયમિત સ્વરૂપનાં આવર્તનવાળા છન્દો વપરાતા હતા તે ઉપરથી એમ કોઈ દલીલ ન કરી શકે કે એટલા માટે ચિત્રમાં પણ માણસોની સ્થિતિ ભાવ વગેરેના નિયત સ્વરૂપનાં આવર્તન આવવાં જ જોઈએ. તો તેથી ઊલટી રીતે ચિત્રમાં અનિયમિતતા આવી શકે છે માટે કાવ્યને નિયમિત છન્દ ન જોઈએ એવી દલીલ પણ ન કરી શકાય. અને આગળ જઈ એવી દલીલ ન કરી શકાય કે ચિત્રમાં નિયમજન્ય લય કે તાલ નથી હોતો માટે નૃત્યમાં કે સંગીતમાં પણ નિયમજન્ય તાલ ન હોવો જોઈએ. આવી ઉપમાનનિક દલીલ કરવી હોય તો કાવ્યચર્ચામાં સંગીતનું ઉપમાન વધારે વજનવાળું ગણાય કારણ કે બન્ને શ્રવણગોચર કલા છે, બન્નેનું ઉપાદાન ધ્વનિ છે. એટલે દરેક કલાની ચર્ચામાં છે તે કલાના અનુભવ ઉપરથી જ નિયમો તારવવા જોઈએ. એટલે આપણે આપણા અનુભવમાં જેવું જોઈએ કે તેમની કૃતિઓથી પડતા સંસ્કારમાં ડેલન છે ? અને કાવ્યને માટે જે વિશિષ્ટ વાડ્મય દેહની આવશ્યકતા છે, જે દેહનો ચિત્ત અપેક્ષા રાખે છે, તે તેમાં પૂરી પડે છે ?
હવે કવિશ્રી પોતે જ કહે છે કે તેમનાં કાવ્યોનાં ચરણ ચરણમાં કંઈ એક એકસરખું Regular કે નિશ્ચિત માપ તો છે જ નહીં.” એટલે નિયત માપની અપેક્ષા વિના તેમનાં કાવ્યોમાં શું જણાય છે તેનું પૃથક્કરણ કરવા પ્રયત્ન કરીએ.
પ્રથમ તો એ કે તેમનાં કાવ્યોમાં જે જુદી જુદી લંબાઈની પંક્તિએ પાડેલી છે, તે વાક્યના અર્થવિરામ પ્રમાણે પાડેલી છે.