________________
૧૪ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય એનાથી વધારે રસવાહિ મહાછન્દ શોધાશે ત્યહારે એ હારશે, એટલી એની છત છે.” હું પૂછું છું મહાછન્દ એ પણ છન્દ જ હશે ને? અપદ્ય તો નહિ જ હોય ને ? હવે જે કાવ્યને માત્ર ડોલન જ આવશ્યક હોય, એક સરખા વર્ષોની આવર્તન પરંપરા આવશ્યક ન જ હોય તે મહાછન્દની હવે જરૂર જ શી રહી ? મહાછન્દની જરૂર એટલા માટે છે કે કાવ્યને ગમે તે પણ છન્દ જ જોઈએ છીએ. અછાન્દસ ભાષા એને ફાવતી નથી. અને ડોલનશૈલી અછાન્દસ છે.
આ ચર્ચા પૂરી કરતાં ફરી કહું છું કે આ અપદ્યાગદ્યમાં લખેલું સાહિત્ય કાવ્ય છે કે નહિ તે પ્રશ્ન અહીં નથી. પ્રશ્ન માત્ર એટલો છે કે વાડમય સર્જન કલ્પના અને બાવની અમુક કટિએ પહોંચતાં અમુક વિશિષ્ટ રચના માગે છે, તેની સૂક્ષ્મ આવશ્યકતા પૂરી પાડવા આપણે આજ સુધી છન્દોમય રચના કરતા, તે આવસ્થતા આ નવી રચનામાં પૂરી પડે છે? મારે નમ્ર જવાબ નકારમાં છે. એને જે કાંઈ ડાલન છે તે ઉત્તમ આવેશયમ ગઘના સંસ્કૃત ગુજરાતી બંગાળી ભાષાના નમૂનામાં પણ છે, અને એ સાધમ્મ ઉપરથી તેને ગદ્ય શિલી જ ગણવી જોઈએ. એનું કોઈ લક્ષણ ગદ્ય સાથે વિસંવાદી નથી. અને એ પદ્ય તો નથી જ.
કવિશ્રીની વિશિષ્ટ શિલી ભલે પદ્યરચના ન હેય પણ ગુજરાતી કાવ્ય સાહિત્ય ઉપર તેના પ્રવેશની ઘણી મહત્ત્વની અસર છે તેમાં શંકા નથી. આ વિષય ઘણો રસમય છે, પણ કાવ્યની શૈલીઓ ઉપર હું હવે પછીના વ્યાખ્યાનમાં બોલવાને છું. એટલે તેને હું અહીં છેડી શકતો નથી.
હવે પદ્યરચનાને વિષય પૂરો કરતાં મારે એટલું જ કહેવાનું રહે છે કે આપણો જમાનો પદ્યરચનાના પ્રયોગો કહી શકાય, અને એ પ્રયોગોની પ્રેરણું અંગ્રેજી સાહિત્યને પરિચય છે. તેમ છતાં આપણુ પ્રયોગે શુદ્ધ દેશી, આપણી ભાષાના ઘડતર ઉપર આધાર