________________
હ૬ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય | ધીરે ધીરે ધીરે
જળમાં ઉતરે છે. ૧૬ અલબત, આ પ્રમાણે ગમે તે ગદ્યખંડને આ શૈલીમાં ન ઉતારી શકાય. જેમાં ભાવ પ્રધાન હેય. અને એ ભાવને લીધે ગદ્ય આરહઅવરહવાળું બન્યું હોય, તેને જ ઉતારી શકાય. વળી એ બીજું યાદ રાખવાનું કે કવિશ્રીની કૃતિઓમાં જેમ ૫ અને ૧૯ અક્ષર વચ્ચેની જ પંક્તિઓ આવે છે તેમ દરેકમાં નહિ આવે, કારણ કે દરેક ગદ્યલેખકે એવું પ્રમાણ સ્વીકારેલું હેતું નથી. વળી એ પણ ખરું કે
એથી કરીને “કારણ કે” વગેરે હેતુસંબંધ દર્શાવનારા શબ્દો, ઉત્કટ ભાવ પ્રકટીકરણમાં એવા બૌદ્ધિક વ્યાપારને ઓછો અવકાશ - હેવાથી, કવિશ્રીની શિલીમાં આવતા નથી અને જે ગવમાં આવે તે તેમની શૈલીમાં ઘટાવવા જરા મુશ્કેલ પડે. બીજો દાખલ કવિશ્રાની * ઉષા'માંથી જ લઉં છું.
સૂરજમાળા ચઢાવે ચડે એ રાસ ઘૂમતે હતો. ઉષાનાં અંગે ઉપર ચન્દની ઢળાતી હતી, ને અંગની ચન્દની ફરતું આજવણું ઓઢણું હતું. સરિતાની ઊર્મિઓમાં તરતી દીપનૌકાઓ ઝબકે ને મીચાય તેમ ઓઢણુની ઊર્મિઓમાં ઝીકના તારલા તરવરતા. કમળનાં ફૂલ ઉપર જેમ ઘેરાં કમલપત્રના ઘેર ઢાંકતા ને પુષ્પને દાખવતા ઉડે ને પડે તેમ
૧૬. રજની બીજી આવૃત્તિ, પૂ. ૧૨૦