________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સરળ પદ્યરચના
નામ સાંભળ્યું છે તેમનું ? અજુન બોલો, સાંભળું તમારે મુખે. ચિત્રાંગદા અજીન, ગાંડીવ ધનુ, ભુવનવિજેતા.
જગતના સમસ્ત નામ ભંડારમાંથી આ અક્ષરનામ ચેરી લઈ, જતન કરી, છુપાવી રાખી, મેં મારા કૌમાર હદયને ભરી દીધું છે. બ્રહ્મચારી ! વ્યાકુલ કેમ દેખાઓ છે ? ત્યારે શું એ મિથ્યા છે? શું મિથ્યા છે અર્જુન નામ? કહા આ જ ક્ષણે; જે તે મિથ્યા હોય તે હદય ભાંગી તેને વેરી દઉં? એક મુખેથી બીજે મુખે, . એક કાનેથી બીજે કાને ભલે તે ઉડતું રહે, નારીના અંતરમાં તેને સ્થાન નથી.
૧૩ પૃ.૧૫-૧૭ ઘણા દાખલા આપવાનું એક જ કારણ છે, કે કવિશ્રીની કવિતામાં વાયરચનાથી, લાંબી ટૂંકી પંક્તિઓથી, ધ્વનિના આરોહ અવરેહથી, વાકોના સમતોલપણાથી, અને એવા પૃથક્કરણમાં પકડાતાં અને નહિ પકડાતાં લક્ષણોથી ચિત્ત ઉપર જે અસર થાય છે તે જ ઉપરનાં વાક્યોમાંથી થાય છે કે નહિ, તે સમજી શકાય.” આ પ્રશ્ન પ્રત્યક્ષ અનુભવ છે. ઘણું લાંબા સમયથી કવિશ્રીનાં કાવ્યના એક રસપૂર્વક શ્રદ્ધાપૂર્વક વાંચનાર તરીકે હું મારે અનુભવ કહું છું—એથી વિશેષ કાઈ કાંઈ ન કરી શકે—કે એની જે કાંઈ વિશિષ્ટતા છે તે સર્વ ઉચ્ચ ભાવવાળા રાગયુક્ત ગદ્યમાં હોય છે, તે કવિતાની વિશિષ્ટ રચના કરતાં ગદ્યની વિશિષ્ટ શૈલી છે એમ કહેવું વધારે યોગ્ય છે. જે કાદંબરી આખું યે ગલ છે,