Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 101
________________ અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય શીવનને અંતે એહ. ચાવજ ! ફૂટયો છે હમારે આજ. પૃ. ૪૬ મિતાભેદ ભૂલવતી પુરી, ધમની વસાવેલ સમી વણારસી, જવાડી જે યમુનાને તીર પ્રેમભક્તિના પરિમલવત વૃન્દાવનની કે જ, પ. ૪૯ ઉપરના પહેલા અવતરણમાં બીજી અને ચોથી પંકિતમાં ત્રણ સ્થળાએ અર્થભાર છે અને છેલ્લી પંકિતમાં માત્ર પહેલા જ શબ્દ ઉપર અર્થભાર છે. અને બીજા અવતરણમાં પહેલી ત્રણમાં ત્રણ સ્થલે અને ચોથીમાં ચાર સ્થલે અર્થભાર છે. છેવટ પ્રધાન ગૌણ અર્થભાર સંબંધી પુષ્કળ મતભેદને તો અવકાશ છે જ. એટલે એ ધારણ ઉપર પણ કશો નિયમ જડે તેમ નથી. એટલે તેમની કૃતિએનાં લક્ષણે આપણે આટલાં જ ગણાવી શકીએ. પઠનમાં અનુભવાતે એક પ્રકારનો આરોહ અવરોહ, વ્યાકરણની દૃષ્ટિએ વાક્યના શબ્દોને વ્યુત્ક્રમ, વાક્ય અને અર્થ બન્નેની દષ્ટિએ એક પ્રકારનું સમતલપણું, હવે મારો નમ્ર અભિપ્રાય એ છે કે આ ત્રણેય લક્ષણે સદ્ગત રમણભાઈ જેને રોગયુક્ત ગદ્ય (Impassioned prose) કહે છે તેમાં હોય છે : પહેલું દૃષ્ટાન્ત રજનીના ગુજરાતી ભાષાન્તરમાંથી આપું છું. મૂળ ગદ્ય કવિશ્રીની અપદ્યાગવ શિલીમાં ઊતરી શકે છે એમ બતાવવા તે જ રીતે લખું છું. એ ગંગાપ્રવાહની અંદર રેતીના આરા આગળ રજની ઊભી છે ! રજની જળમાં ઉતરે છે. ધીરે ! ધીરે! ધીરે !

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120