________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય નથી, તેથી પાકનું સળંગપણું સ્વતઃ સિદ્ધ જ છે.૧૪ પૃથ્વોમાં આપણે જોયું કે પંક્તિની વચ્ચેથી ઉપાડી બીજી પંકિતની વચ્ચે મૂકેલા વાક્યમાં પૃથ્વીને સંવાદ આવી શકતો નથી. વનવેલીમાં એવું નથી. વાક્યને ગમે ત્યાંથી ઉપાડી ગમે ત્યાં સુધી લઈ જાઓ અને ગમે
ત્યાં પૂરું કરે, તેને સંવાદ એને એ જ રહે છે. તેમાં લઘુ ગુરુનાં કેઈ નિશ્ચિત સ્થાને નથી, એટલે વાણું કેવળ અર્થને જ
અનુસરી યથેચ્છ વિચરી શકે, ગદ્યની નિકટમાં નિકટ રહેવું હેય ત્યાં રહી શકે, અને સાંભળતાં વેંત સમજાઈને સીધી અસર કરી શકે.
અહીં પ્રશ્ન થાય છે. જે વનવેલીમાં યતિ ન હય, પ્રાસ ન હોય, ગુરુ લઘુનાં બંધન ન હોય, રાગ ન હય, ગદ્યથી ભિન્ન વાયશૈલી ન હોય, તો વનવેલીનું મહત્વ રહ્યું કયાં? ચતુરક્ષર સંધિ, ચાર ચાર અક્ષરોની સંધિ તેમાં આવે છે એ ખરું, પણ વાકયના અક્ષરો ગણતાં તેની સંખ્યા ૪ સંખ્યાના ગુર્ય થાય છે એ ગણિતની પ્રતીતિમાં પદ્યનું મનોહરત્વ ક્યાં આવ્યું ? એમ તે ગાનું પણ કોઈ વાકય લઈને તેને ચારથી ભાગી શકીએ છીએ. તે ગદ્ય અને આ પઘમાં ફરક શો રહ્યો ?
આને જવાબ એ છે કે ચતુરક્ષર સધિમાં પહેલા અક્ષર પર ઘનાક્ષરીનો તાલ છે. અને એ તાલના ધબકારા લોહીના ધાકારાની માફક વાકયના પઠનમાં પદ્યને ચમકાર જીવન્ત રાખે છે. આ પણ એક મુશ્કેલીને ખુલાસો કરતાં બીજી મુશ્કેલી આવીને ઊભી રહે છે. જે ચાર ચાર અક્ષરે એમ તાલ આપ્યા કરીએ તે વાક્યમાં, શબ્દોની વચ્ચે અને અર્થને અનિષ્ટ જગાએ પણ તાલ પડવાથી વાક્યપ્રવાહ ખલિત થાય, અને જે ઇષ્ટ વાયાર્થ પ્રતીતિ માટે આપણે વનવેલી યોજી છે તે વિફળ જાય. ઉદાહરણ તરીકે
૧૪. સદર પૃ. ૯.