________________
. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યરચના ભાટ ચારણે કેવી રીતે બોલે છે તેનો વિચાર કરવો. સૂરનો કેવળ ત્યાગ કરી માત્ર તાર સાંભળી અથને આધારે જ જરસો લાવી વાંચવું તેને કવિતા એલવી એમ કહે છે. '' અને બીજું સમર્થન સદ્દગત રમણભાઈ તરફથી મળે છે. વીરરસનો કવિતામાં પ્રાસ ન જઈએ એમ પ્રતિપાદન કરતાં તેઓ કહે છેઃ વીરરસની કવિતામાં
જ્યાં ચિત્તોત્સાહને લીધે વાક્ય અને વિચાર બહુ લાંબા હેય ત્યાં બબે લીટીઓએ વિરામ આણવાની ફરજ રાખવાથી ભાવના. સાતત્યમાં ક્ષતિ થાય છે....મિલ્ટનના વાકયોચ્ચય (period) ની કપના ગુજરાતી ભાષામાં બતાવવી બહુ અઘરી છે...તથાપિ આ પ્રકારના વાયોચ્ચયનું ઉદાહરણ આપવાને એક નિર્બલ પ્રયત્ન કરીશું..
અનિરુદ્ધ બારીએથી જોઇ રહ્યો હાથમાં તે ભોગળ લીધેલી ને અળગી કરતો પીઠે ખેચતી ઓખાને –રે જે કાલાવાલા કરતી, તેના ભણી વળી બોલે, મહિલા! તું ઘેલી છે, ક્ષાત્ર યુદ્ધમાં જતા રોકયા કદિ સુયા છે? ઘનું ગર્જન થયે કેસરીએ ફાળ ના ભરી એવું કદી બન્યું છે? તથા મૌવર વાગે ને નાગ ત્યાં ડેલે નહિ એવું કદિ જોયું છે ? તારા બાપે ચાર લાખ બકરાંઓ મા ફક્યાં તે
જોઇ શું સિંહ કોઈ પાછા ફરી નાસી જશે? ૧૨ આ બન્નેને હું સ્વતંત્ર પુરાવા ગણું છું. એટલે આ વૃત્ત. અગેય છે, સુપાય છે. શ્રી કેશવલાલભાઈ કહે છે તેમ તેમાં ગુરુનું લધુ અને લઘુનું ગુરુ રૂ૫ લેખવાની, અથવા તો એક માત્રાની બે માત્રા અને એની એક ગણવાની શિથિલતાનો પ્રસંગ જ પ્રાપ્ત થતું. નથી.૧૩ એમાં....એક પંક્તિનો અધૂરો ભાવ ગમે તેટલી પંકિતમાં યથેચ્છ લંબાવ્યા ટૂંકાવ્યા વગર પૂરી થઈ શકે છે. તેમાં) યતિ
૧૨. કવિતા અને સાહિત્ય વે. ૧ લું, પૃ ૧૬૫, ૧૬૬, ૧૭૧૩. સત્યવાદ અને પક્ષવાદ પૃ. ૧૦.