________________
૨. વૃત્તોની ચિધ્યમય રચનાઓ
2. [ ૨૭ પદ્યરચનાની સમૃદ્ધિ જેવાથી થયેલી છે. ઉપર શ્રી ખબરદારની કેટલીક રચના મૂકી છે અને હવે પછી મૂકીશ તેમાંથી કેટલીકમાં તે કવિએ પોતે અંગ્રેજી ચાલનું અનુકરણ કર્યું છે એમ સ્પષ્ટ કહેલું છે. શ્રી ત્રિભુવન વ્યાસના પ્રયત્નમાં પ્રેરણા અંગ્રેજીની છે એમ નહિ કહી શકાય. તેમણે જોયું કે જૂના સમયથી ચાલ્યાં આવતાં બાલકાવ્યો કે જોડકણું ઘણાંખરાં કટાવમાં છે, અને પછી આપણા કવિઓએ વર્તમાન સમયમાં સિદ્ધ કરેલી વૃત્તસમૃદ્ધિ અને મુક્તિના વાતાવરણમાંથી પ્રેરણા લઈ તેમણે નવા પ્રયોગો કર્યા, અને તે સફળ થયા છે.
શ્રીયુત ખબરદારની એવી જ બીજી વૈચિત્ર્યમય-રચના હરિગીતની છે. આવી નાની વાતને મોટું ઈતિહાસનું નામ આપવું હું પસંદ કરતો. નથી. છતાં છન્દોની આકૃતિઓ ધીમે ધીમે કેમ બદલાય છે તેને એક અણુશુદ્ધ દાખલો આ હરિગીત છે માટે તે વિશે થોડું કહું છું. પરંપરાથી ચાલતો આવતો હરિગીત, શ્રી કે. હ. ધ્રુવની પરિભાષામાં નીચે પ્રમાણે છે –
aઉદ
દાલદા
દાલ
લાલ
દલપતરામે હરિગીતનું આ જ સ્વરૂપ સ્વીકાર્યું છે. આમાંથી પહેલા બીજના તાલ રહિત દાને નર્મદાશંકરે છેડી દીધું અને ૨૮ ને બદલે ૨૬ માત્રાનો હરિગીત કર્યો. ૧૮૬૦ ના પિંગળ પ્રવેશમાં તેઓ કહે છેઃ “હરિગીતનાં બંધારણમાંને નિયમ મારે ન રાખેલ છે.” આ નર્મદાશંકરી હરિગીતને પછીથી વિષમ હરિગીત નામ મળ્યું. તે પછીથી આની ઘણું રચનાઓ થઈ છે, જેમાં ઘણું મને હર છે. પણ આ વિશે એટલું કહેવું પ્રાપ્ત થાય છે કે એક જ કડીમાં કાઈ પંક્તિ સાદા અને કાઈ વિષમ હરિગીતની નાંખવાથી પઠનમાં ખલન થાય છે. તે પછી શ્રીયુત નરસિંહરાવે આ હરિગીત ઉપરથી એક
૧ દાખલા તરીકે: “અડકણ દડકણ, દહિનાં ટાંકણ, દહીં દડૂકે, પીલ પાકે, શ્રાવણ મહિને, વેલે ચાલે ... .. ” આ જોડકણું, અનેક પાઠાન્તરે સાથે, ગુજરાતના ઘણા ભાગમાં બોલાય છે, તે વટાવ છે.