________________
અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ અગેય પદ્યરચના
(બ્લેક વર્સ)ના પ્રયત્ન ચાલુ જમાનામાં આપણી ગુર્જર ભારતીને, અંગ્રેજીમાં જેને Epic Poem કહે છે એવા વિરરસ મહાકાવ્યના કેડ જાગ્યા છે. કવિ નર્મદાશંકર, જે ઘણી બાબતમાં નવા જમાનાના કેડ મૂર્તિમઃ કરે છે, તે પિતાના વીરસિંહ કાવ્ય નીચેની ટીપમાં કહે છે : “ જ્યારથી મને સમજાયું કે હવે હું કોઈ પણ વિષયની કવિતા કરવામાં ફાવીશ ત્યારથી મને એવો મુદ્દો ઉઠેલો કે જિંદગીમાં એક ટી વીરરસ કવિતા તે કરવી જ; પણ વ્યવસાયને લીધે તે કામને વિચાર પતો મૂલે. સને ૧૮૬૦માં જિવશજ લખવા માંડે પણ બે વિરામથી જ અટકા–વૃત્ત અનુકૂળ ન પડવાથી વિચારોને કવિતામાં મૂકતાં વાર લાગવા માંડી ને તેથી રસ ઓછો જણાયો. સને ૧૮૬ માં હિંદુઓની પડતી લખતી વેળા તે બુટ્ટાનું પાછું સ્મરણ થયું, પણ એ વેળા પણ ફાવ્યું નહિ. સને ૧૮૬૬ના ડિસેંબરમાં એ બુદ્દો પાછો જ ને મેટી વીરરસ કવિતા કેને કહેવી, એ વિષે મેં અંગ્રેજી પુસ્તક ઉપરથી સારી પેઠે સમજી લીધું ને નક્કી કર્યું કે તે લખવી જ. હવે વિષય જોઈએ.” પછી કવિ વિષયની ચર્ચા કરે છે અને છેલ્લે વૃત્તના વિચાર ઉપર આવે છે. “પછી વૃત્તના વિચારમાં પડયો. રોલાવૃત્ત બીજા બધા કરતાં અનુકૂળ પડે તેવું છે, પણ એમાં પણ જેટલી જોઈયે તેટલી પ્રૌઢના નથી. અ ગ્રેજી વીરરસ કવિતાના વૃત્તને ગુજરાતીમાં ઉતારવાને મળે પણ તેમાં પણ મનમાનતી રીતે ફાવ્યો નહિ. અંતે સને ૧૮૭ના મેની ૧૭મીએ..મંગળાચરણ કર્યું, ને પછી તા. ૨૫મી મેએ વીરસિંહનું અભિમાન કેમ જાગ્યું તે વિષે એકદમ જોશમાં આવી લખવા બેઠા. હું પણ હાલમાં મારી હાલતથી કેદી જેવો છઉં તે વિચારથી બોલાઈ ગયું કે “હું કોણ કહાં હુંને પછી એ જ નવું વૃત્ત કાયમ રાખ્યું ને વૃતનું નામ પણ વિરવૃત્ત રાખ્યું...”
૧. નમકવિતા પ. ૪૩૦-૪૩.