________________
- અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય એક દેહરો પણ રાગડો કાઢ્યા વિના આપણે બોલતા નથી. કવિતા બેલવી એ જ શું તે આપણામાં થોડા સમજતા હશે...આ રીતિ સંપૂર્ણપણે અંગ્રેજી ભાષામાં પ્રવર્તમાન છે–તેમાં તો કવિતા વાંચતી વેળા રાગ જરા પણ કાઢવો એ અતિ નિંદ્ય ગણાય છે. પણ આપણે જે આંક ભણનાર પણ રાગ કાઢે ત્યારે જ રાજી થઈ એ છઈએ, તેને પરભાષાને કાવ્ય સંબંધી આ વિરાગી નિયમ શા કામનો ?...
જ્યાં રાગ છે ત્યાં તો ક્ષણે ક્ષણે બદલાતા સચારી ભાવને અનુસરી રાગ પોતે પણ બદલાવો જ જોઈએ...જેનો દાખલો લઈ આપણા કેટલાક ગુજરાતી ભાઈ ઓ ભાયા છે તે સંસ્કૃત ને અંગ્રેજી ભાષાનાજ કઈ પણ કવિએ સંગીત કવિતા એક વૃત્તમાં રચવાનો ખ્યાલ સ્વને પણ કર્યો નથી..દોબદ્ધ કવિતામાં પણ એક વૃત્તનાં કાવ્યોવાળી ભાષાની પદવીએ પહોંચતાં હજી ગુજરાતીને વાર છે, અને તે વખત આવવા પહેલાં અવશ્યનું એ છે કે કવિતા ગાવાની રીત જઈ આપણામાં તે બોલવાની રીત પડવી જોઈએ.”(૧૮૮૨)
નવલરામભાઈને જે બનવું અશક્ય લાગ્યું તે કવિ શ્રી ન્હાનાલાલને શકય આવશ્યક અને ગુજરાતી કવિતામાં શરૂ થઈ ગયેલું લાગ્યું. “ ગુજરાતી કવિતા અને સંગીત ” ના સને ૧૯૦૪ ના લેખમાં કાન્તના સંગીતની પ્રશંસા કરી તેઓ કહે છે, “છતાં સંગીત એ કવિતા નથી અને કવિતાએ જેટલે અંશે અન્ય પરિમલને પિતામાં શમાવ્યા છે તેટલે અંશે પોતાના પરિમલની ભભક પરવશ કીધી છે એ નિઃસંશય છે...આપણા કવિતામાં સંગીત ફરતી પણ સાંકડી સીમાઓ રોપાઈ છેઃ એ સીમાઓ તૂટવી ઘટે છે” ૮
આપણું ગુજરાતમાં પણ ગરબી કે દેશી રાગોથી ઓછા સંગીતવાળા સંસ્કૃત છન્દ નવલ લોનાં શરીર રચવા ક. દ. ડા.એ દાખલ ક્યાં....તે પછી ગોવર્ધનભાઈએ સંસ્કૃત વૃત્તોને ગુજરાતીમાં
૭. નવલ ગ્રંથાવલિ. (શાળાપયોગી આવૃત્તિ) ભા. ૨ પૃ. ૨૨૬રર૭ ૮. સાહિત્ય મંથન, પ્ર. ૧૧૭–૧૧૮