________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય શત્રુને મારતા, મિત્રને તારતા, પ્રેમને શૌર્યનાં સૂત્ર સ્વીકારતા કર્મહીન જગતને પરમ કર્તવ્યનિષ્કામને પાઠ–શખવાડતા વિષ્ણુના અંશ યોગીન્દ્ર ગરુડધ્વજ
- કૃષ્ણ યાદવ પતિરગણ એટલે ગાલગા ગણના દંડકને મળતો આ દંડક છે. આ દંડકનું બીજ અક્ષરમેળી ગાલગાને બદલે માત્રામેળ દાલદા એટલે ઝૂલણાનું બીજ છે. અક્ષરમેળાને બદલે માત્રામેળી છે એટલે અંશે એકવિધતા ઓછી થાય એ ઉપરના કાવ્યમાં સ્પષ્ટ દેખાય તેમ છે. ઝૂલણા છંદ ગંભીર ભાવના વાહન તરીકે અનેક વાર પ્રયોજાય છે એ તેને વિશેષ ગુણ છે. છતાં દાદાનું ગેયત્વ અછતું થઈ શકતું નથી, તાલમાં ફેર કરી શકાતો નથી, અને જો કે આ રચનાના લયનાં માજાં રગણાત્મક દંડક કરતાં વધારે વિચિગ્યમય અને કટાવના દાદા કરતાં વધારે લાંબાં છે છતાં લાંબાં વાક્યને માટે એ મોજાં ટૂંકાં પડે અને પચાસ સાઠ પંકિત પછી તેની એકવિધતા ખેંચવા માંડે, તે વધારે ને વધારે સગીતમાં લપસતી જાય અને છતાં પૂરા સંગીતને અવકાશ ન હોવાથી છેવટે કંટાળો આપે એમ હું માનું છું.
- હરિગીતનું દાદાલદા બીજ વધારે સંગીતવાળું છે, તેમાં બે તાલ આવે છે અને તેથી તે બ્લેક વર્સને માટે વધારે પ્રતિકૂળ છે એ દેખીતું છે. એના એવા પ્રયોગો પણ થયા નથી
જે એક જ બીજના આવર્તનવાળો માત્રામેળ છન્દ સળંગ ન કરી શકાય, તો અનેક બીજેના બનેલા માત્રામેળ છન્દના પ્રાસ કાઢી નાખી તેને સળંગ કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. આવા ઇન્દનાં બીજે સંગીતની દૃષ્ટિએ નિયત થયેલાં હોય છે, સંગીતના આરોહ અવરેહ કે ઉપક્રમ ઉપસંહારની દૃષ્ટિએ તેમાં બીજે ગૂંથાયેલાં હોય છે અને તેવા છન્દોમાંથી ગેયત્વ કાઢવું વધારે દુર્ઘટ છે. રોળા કે કવિત કે દેહરે કે છપ સળંગ રચના તરીકે