________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યરચના [ ૧૦ કામમાં ન આવે. વર્ણનાત્મક કાવ્યોમાં દેહરા ચોપાઈ લાંબે સુધી ચાલી શકે છે તેનું કારણ બંધારણની સાદાઈ અને તેમાં ગદ્યની અતિ નિકટ રહેવાની જોગવાઈ એ છે.
એટલે માત્રામેળ છે માટે આપણે એટલું સામાન્ય રીતે કહી શકીએ કે એ દેનાં બીજેના વિસ્તારથી અને અંત્યપ્રાસ કાઢી નાંખવાથી થતી પદ્યરચનાઓ બ્લેક વર્સનું કામ ન કરી શકે. તે સાથે મારું એવું કહેવું નથી કે આ રચનાઓ નકામી છે. પોતપિતાની મર્યાદામાં આ રચના ઉપયોગી છે. સારાં કાવ્યોનું એ બાહ્યરૂપ થઈ શકે. - હવે પિગલના છનો એક બીજો પ્રકાર લઈએ. તે પ્રકાર સંસ્કૃત વૃત્તોને જેનો અત્યારે આપણે સામાન્ય રીતે સંગીતરહિત પાઠ કરીએ છીએ. આવાં વૃત્તોની ચર્ચામાં ગયા પહેલાં બે બાબતો સ્પષ્ટ કરવાની જરૂર છે. પહેલું એ કે હું વેદિક છન્દોને ગુજરાતી ભાષાના વર્તમાન પિંગલમાં ગણતો નથી. તેનાં કારણે સ્પષ્ટ છે. વૈદિક છન્દો ઉદાત્ત અનુદાત્ત વગેરે સ્વરમાં ગવાતા જેની પરંપરા સંસ્કૃત વૃત્તોમાં પણ ચાલુ રહી નથી, બીજું એ કે અત્યારે વેદને પાઠ એક એવી જાતના રાગડામાં થાય છે જે રાગડામાં આપણે ગુજરાતી સાહિત્યમાંનું કશું જ બોલતા નથી. રાનડે શબ્દ હું તિરસ્કારથી નથી બોલતો પણ એવો સાભિપ્રાય શબ્દ બીજે નથી તેથી,
અને ઉપરના અવતરણમાં નવલરામભાઈએ તે વાપરેલ છે એ રીતે, રાગના લઘુતાવાચક રૂપમાં એ શબ્દ હું વાપરું છું. એ સંગીતને રાગ નથી, છતાં તેમાં સંગીતના સ્વરો આવે છે એટલે તેને રાગડો કહું છું, અત્યારે જે રીતે તેનું પઠન થાય છે તે જ અસલી રીત હશે એમ માનવાને કશું કારણ નથી. એટલે વૈદિક છન્દોને બાદ કરીને સંસ્કૃત વૃત્તો જે અત્યારે સંગીતરહિત પદ્ધતિથી બોલાય છે તેની ચર્ચા કરીશ. પણ આ સંગીતરહિત રીતે અત્યારે બોલાય છે એવું વિધાન કરતાં પહેલાં જાણવું જોઈએ અને સ્વીકારવું જોઈએ કે બધાં સંસ્કૃત વૃત્તો