________________
૭૦ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય કાતરે શેશિ ડીલે વાને તૈણેય કાર કારમો ઘેર સાદે કે પ્રલયપ્રતિમા સમો. ઢેલે દાંડી દઇ દેઈ આરડે એ ફરી ફરી,
જુ રે લોક આ સ્વારી જમદૂત દુકાળની.” આમાં કયાંક કયાંક પ્રાસો મળ્યા છે પણ તે અકસ્માત છે. બાકી અનુટુપમાં લઘુ ગુરુનાં બંધનો ઓછામાં ઓછાં છે, તેમાં પણ પાછી છૂટ લઈ શકાય છે, કાલિદાસ જેવા કવિએ પણ છૂટ લીધી છે. એટલે તેમાં વૈવિધ્યની ખામી આવવાને અવકાશ નથી. આ પંક્તિઓમાં કાઈ જગાએ વાક્ય બે પંક્તિથી વધારે આઘે જતું નથી, વાક્યવિરામ ઘણુંખરી જગાએ ફેંકાતે આવે છે એ ખરું પણ, હું ધારું છું, વાકાની વિષમ લંબાઈ અને યથેચ્છ વિરામને પણ સહી શકે એવી આ રચના છે. અને સાહસિક કવિતાલેખકોએ અખતરો કરવા લાયક આ રચના છે. | મંદાક્રાંતા અને શિખરિણીને સળંગ પદ્યરચના તરીકે પ્રજ્યાના થોડા દાખલા છે. પણ આ પ્રકારના છન્દો બ્લેક વર્સનું કામ આપી શકે એમ લાગતું નથી. સંસ્કૃત છન્દો જેમાં એક વાત સ્ફટ થાય છે કે ચાર કે પાંચ ગા એટલે ગુરુ આવતાં યતિ મુકવો જ પડે. છે. મંદાક્રાંતા, શાલિની, સધરા, વૈશ્વદેવી, શિખરિણી, એ બધામાં ચાર કે પાંચ ગુરુ પછી યતિ આવે જ છે. હું માનું છું એ આપણી ભાષાની ખાસિયત છે. અને સળંગ પદ્યરચનાને એ નિશ્ચિત સ્થાનને યતિ પ્રતિકૂળ છે. શાર્દૂલવિક્રીડિત જેવા વૃત્તની પંક્તિ એટલી લાંબી છે કે તેની વચમાં યતિ મૂકવો જ પડે. વળી એક બીજી રીતે પણ આ વૃત્તોમાંનાં કેટલાંક, અખંડ વાક્યપ્રવાહને પ્રતિકૂળ છે. મંદાક્રાંતામાં અને શિખરિણીમાં એક સાથે પાંચ લઘુ આવે છે. સગપરામાં અને માલિનીમાં એક સાથે છ લઘુ આવે છે. આટલા બધા લઘુ એક સાથે લાવવાને ભાષાને એવી કરવી પડે કે તેમાં લાંબે સુધી વાકય ચાલી શકે નહિ. વળી એક સાથે આવતા લઘુ