________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યરચના 1 tsa સ્વીકારતાં ક. દ. ડા, ની સ્વરસંગીતપ્રીયતાથી રચાયેલું એક બન્ધન તોડી પ્રાસ વિનાના સંસ્કૃત છન્દ નેહમુદ્રામાં લખ્યા, અને લેકસમાજે હેને blank verse બ્લેક વર્સ માની."*
લેક સમાજે એને બ્લેક વસ માની પણ, શાસ્ત્રીય દષ્ટિએ, સંરકત વૃત્તને પ્રાસ છોડવાથી તે રચના (બેંક વર્સ) નથી બનતી.
બ્લેક વર્સની શાસ્ત્રીય સમાલોચના સૌથી પ્રથમ પ્રો. બલવંતરાય ઠાકોરે ભણકાર ( પ્રસિદ્ધ ૧૯૧૭) ની પ્રસ્તાવનામાં કરી છે. તેમણે પિતાની પદ્યરચનાની નવીનતાઓ વિશે કંઈક ખુલાસા રૂપે એ ચર્ચા કરી છે; પણ બ્લેક વર્સની એ ચર્ચા તટસ્થ શાસ્ત્રીય અને માર્ગદર્શક છે. તેમની ચર્ચામાંથી બ્લેક વર્સનાં લક્ષણો તારવવાં હોય તે નીચે પ્રમાણે નીકળે ઃ (૧) અગેયતા. (૨) સળગતા કે અખંડિતતા જે સેન્ટસબરીએ ગણાવેલ અનેક પંકિતમાં વિસ્તરતાં વાકોના લક્ષણ સાથે સંબંધ ધરાવે છે. (૩) યતિસ્વાતંત્ર્ય જે સ્પષ્ટ રીતે સેન્ટસબરીએ જણાવેલ યથેચ્છ યતિ મૂકવાની સગવડ સાથે સંબંધ ધરાવે છે. અને (૪) અભાવાત્મક લક્ષણ કે એ રચના ઐરિબ થઈ કલેશકર થવી ન જોઈએ એમ આપણે સેન્ટસબરી અને પ્રો. ઠાકોરની ચર્ચાને સમન્વય કરી કહી શકીએ.
આપણા પિંગલના છન્દોના જે બે કે ત્રણ વિભાગો છે તેમાંના એક સૌથી વિપુલ વિભાગ આ અગેયત્વની એક જ કસોટીથી જોતાં બ્લેક વર્સને માટે અયોગ્ય નીવડે છે. એ વિભાગ તે માત્રામેળ છન્દોનો. આ છન્દો તરવતઃ ગેય છે. તેમનું બંધારણ ગેયતા ઉપર ઘડાયું છે. તેમના બીજમાં તાલ આવે છે તે પણ સંગીત સાથે સંબંધ ધરાવે છે, ઉપર આપેલા નવલરામભાઈના અવતરણમાં પણ આપણે જોયું કે માત્રામેળ છનો ગેય છે. અલબત આ ઘણીખરી રચનાઓમાં એક જ બીજનાં આવર્તને આવતાં હોવાથી પંકિતના અંતને પ્રાસ કાઢી નાંખવાથી તેની સળંગ રચના એકદમ બની શકે. હરિગીતના
૯. સદર પૃ. ૧૩–૧૪