Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 66
________________ ૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યરચના [પ છે. તેનું ભાવાત્મક લક્ષણ અંગ્રેજી સાહિત્યના વિદ્વાન વિવેચક સેન્ટસબરી જે થાડા સમય પહેલાં ગુજરી ગયા, તેમણે આપેલુ' છે. પણ તેમનું લક્ષણ વિચારીએ તે પહેલાં અંગ્રેજી વસ' એટલે પદ્યરચનાનું એક લક્ષણ—જે અલખત બ્લૅક વસમાં પણ છે, તે વિચારવુ ધટે છે. એ સામાન્ય લક્ષણ તે અંગ્રેજી પદ્યરચનાનું ગેયવ વિનાનુ પાઠ્યત્વ. અંગ્રેજી કવિતા ગવાતી નથી, તેને માત્ર પાઢ થાય છે. અને બ્લે કે વનાં વિશિષ્ટ લક્ષણે! અંગ્રેજી પદ્યરચનાના આ અગેય પાયત્વ ઉપર નિર્ભીર છે. હવે આપણે સેન્ટસબરીએ કહેલાં લક્ષણા જોઈએ. આ લક્ષણે! ત્રણ છે : (૧) The overrunning of the line એટલે એક વાયનું કાવ્યની એક પંક્તિમાંથી ઊભરાઈ તે ખીજીમાં વહેવું. (૨) the variation of the paase એટલે યતિને પંક્તિમાં યથેચ્છ મૂકવાની સગવડ અતે (૩) the employment of the trisyllabie fee એટલે ત્રણસ્વરી સધિ કે બીજના ઉચે ગ.૪ હવે જોઇ શકાશે કે સેન્ટસબરીએ ગણુાવેલાં ત્રણ લક્ષણા અગેયત્વ ઉપર આધાર રાખે છે. મહાકા યના વિષય જેમ મહાન વ્યક્તિઓ, મહાન કાર્યો, મહાન વિચારા, મહાન બનાવા છે, તેમ મહાકાવ્યના કથનમાં પણ મહાન કલ્પના, ઉન્નત ભાષા અને મહાન શૈલી જોઈએ. અને મહાન રોલીમાં ઘણીવાર લાંબાં વાકયેા આવે. વીરરસ મહાકાવ્યને માટે ખાસ છન્દની જરૂર સૌથી વધારે આ લાંમાં વાકયેાને સમાવેશ કરવા માટે છે. બ્લેક વસ્તુમાં અંતનેા પ્રાસ કાઢી નાંખ્યા છે તેનું કારણ પણ આ જ છે. પ્રાસ એ સંગીતને અવશેષ છે. કેટલાક અંગ્રેજ વિવેચકા માને છે કે કાવ્યનુ પ્રાચીન સ્વપ Ballad એટલે રાસ છે ? કાવ્ય, સંગીત અને નૃત્ય - ત્રણે ય કલાઓનુ એક મૂર્ત સ્વરૂપ છે. હવે દરેક ભાષાના સાહિત્યમાં પ્રાચીન સ્વરૂપ ઍલેડ એટલે રાસ જ છે એવી વ્યાપ્તિ તે હુજી મને અસિદ્ધ લાગે છે. પણુ એટલું ખરું કે કાવ્યનાં પ્રાચીન ૪. Manual at English Prosody, p. 174

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120