________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
[ ૪૫
રહે છે—પ્રાસ જો કે પિંગલને છે છતાં તેની આવશ્યકતાના મૂળમાં સંગીત રહેલું છે. આવી જગ્યાએ પણ ગીતમાં પ્રાસેા આવે, જેમ કે શ્રી ન્હાનાલાલે “ આશાભર્યાં તે અમે આવિયાં એ રાહના ‘સૂનાં સૂનાં સ્નેહ ધામ ”ના ગીતમાં કડીઓને પ્રાસથી સાંધી છે, ત્યાં શાભા વધે. પણુ સંસ્કૃત વૃત્તામાં એ પણ નથી બનતું. ત્યાં પ્રાસની ૫કિતએ વચ્ચે એકથી વધારે પંકિતનું અંતર પડતાં પ્રાસની કશી અસર રહેતી નથી, એવા મારે! નમ્ર અભિપ્રાય છે. માત્ર તેમાં એક અપવાદ સંભવે છે. સંગીતથી દૂરનીપતિએ પણ જો સાંધી શકાતી હૈાય તેા પ્રાસની અસર થાય. તેમજ કદાચ અર્થથી વિશિષ્ટ રીતે સધાયેલી પ"કિતએ દૂર પડી હોય છતાં, તેમાં પ્રાસ હાય, તે તેનું અનુસંધાન એની મેળે થઈ રહે.
"
પણ વર્તમાન યુગમાં પ્રાસનુ વૈવિધ્ય અને વૈચિત્ર્ય એક બાજૂ વધ્યું છે, ત્યારે ખીજી બાજુ પ્રાસેાનુ શૈથિલ્ય પણ આવ્યું છે. પ્રાસની ટૂંકી વ્યાખ્યા એવી અપાય કે પતિના છેવટના એ સ્વરે, અને તેની વચ્ચે વ્યંજન આવતા હાય તા તે, એકના એક હાવા તે પ્રાસ. આવી રીતે પતિને છેડે ‘ામ' અને 'કામ' આવે તે તે સારે। પ્રામ ગણાય. આ પછી શ્રી નરસિંહરાવે વ્યંજન એક તે એક વાપરવાને બદલે તેને જ વર્ગીય કે ઉચ્ચારમાં સરખે! જણાતા ખીજો વાપર્યોઃ જેમકે ‘કદી’ અને ‘પડી', 'વિશે' અને રિસે’. આ શ્રીયુત નરિસંહરાવે પોતે દર્શાવ્યું છે તેમ પ્રાસને શાસ્ત્રીય વિસ્તાર છે. પણ પછી કેટલાકે વ્યંજન વિનાના એ સ્વરેાતે જ માત્ર પ્રાસ. રાખ્યો . એમાં પ્રાસની અસર એટલી થતી નથી. પણ કેટલાકે તે એથી પણ દૂર જઈ છેવટે માત્ર અંત્ય સ્વરને જ પ્રાસ રાખ્યા. આ છેલાને હું પ્રાસ નહિ પણ પ્રાસાભાસ કહું છું. એના કરતાં પ્રામાણિકપણે પ્રાસના પ્રયત્ન છેાડી દેવા વધારે સારુ છે. પ્રાસના વિષયમાં હું આથી વિશેષ કહેવા માગતા નથી કારણ કે સદ્ગત સર