________________
૨ વૃત્તોની વિચિત્ર્યમય રચનાઓ
[ કા નિપટ મન ન હસે, આંસુડાં અંગ સી રે,
શશિ થકી છબી આંહી આરસી નેટ માંહી.૭ તેમજ પ્રેમાનંદે પણ પંકિતની અંદર પ્રાસ મેળવ્યા છે. જેમ કે –
વૈદર્ભો વામા રંક રામા એકલડી વનમધ્ય
ભય ઘરશે ને ફાટી મરશે જીવ્યાની ટળી અવધ્ય. પણ હાલના કવિઓએ પ્રાસમાં જુદા પ્રકારનું વિચિવ્ય સાધ્યું છે. એની પ્રેરણું પાછી અંગ્રેજી કાવ્યોની જ છે.
ઉપર બતાવ્યા તે પ્રાસોમાં પ્રાસવાળી પંકિતઓ કે ખંડે. અવ્યવહિત-અડોઅડ છે–તેમની વચમાં બીજી પંકિતઓ કે ખંડ આવતા નથી. અંગ્રેજી રચનામાં બે પ્રાસ વચ્ચે એક કે અનેક પંકિતઓ આવી શકે છે, ખાસ કરીને સેનેટમાં પંકિતઓ આડી અવળી અનેક રીતે પ્રાસથી જોડી શકાય છે અને એવી કૃતિઓ ગુજરાતી કાવ્યોમાં પણ થવા લાગી છે. આ સંબંધી એક પ્રશ્ન રજૂ કરવા રજા લઉં છું. બબ્બે ત્રણ ત્રણ પંકિતને અંતરાયે પ્રાસ મળતા હોય એવી પંક્તિઓ વાંચી જુઓ, અને પછી વિચારો કે એમાં શ્રવણસંસ્કારોમાં પ્રાસેનું અનુસંધાન થાય છે ખરું ? અંગ્રેજીમાં થાય છે ત્યારે આપણને ગુજરાતીમાં કેમ ન થાય એમ વિચાર ન કરશે. પોતાના સંસ્કારનું જ પૃથક્કરણ કરીને નિર્ણય કરો. મારે નમ્ર મત એ છે કે એટલા દૂરના પ્રાસેનું અનુસંધાને થતું નથી. વાકયમાં જેમ આકાંક્ષા સાથે સંનિધિની આવશ્યકતા છે, તેમ હું માનું છું પ્રાસમાં પણ છે. પ્રાસ એક પ્રકારની આકાંક્ષા ઉત્પન્ન કરે છે, અને એ આકાંક્ષાથી પંકિતઓમાં એક નવા પ્રકારનું એકતા આવે છે અને એ આકાંક્ષાની તૃપ્તિને અર્થે પણ સંનિધિની જરૂર છે. વાંચતાં આ પ્રાસે નજરે જોઈને સમજી શકાય છે, પણ કાવ્ય એ વાચનને વિષય નથી, શ્રવણનો છે. એ મનમાં વંચાતું હોય ત્યારે પણ તેની સાચી પરીક્ષા કર્ણથી જ કરવાની છે. આ જ
૭. પ્રાચીન કાવ્ય સુધા, પૃ. ૧૧૨. ૮, જુઓ કાવ્યમાં વર્ણનું મહત્ત્વ, પ્રસ્થાન પુ. ૧, પૃ. ૪-૫.