________________
જર ]
અવાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય તો લગભગ બધા પ્રાસબદ્ધ છે. પ્રાસ વિનાના પ્રયોગો જોવામાં આવે તો કંઈક સમજાય. પણ અનુષ્ટ્રપના ઉપર કહેલ મિશ્રણ સંબંધી તે વેદના દષ્ટાન્ત ઉપરથી કહી શકાય કે પ્રાસ વિના પણ એવું મિશ્રણ શોભે.
અહીં સુધી જોયેલા બધા દાખલા સંસ્કૃત વૃત્તોનાં મિશ્રણના છે. માત્રામેળ છનાં મિશ્રણના ઘણા છેડા દાખલા છે. સૌથી પહેલે અને એટલે જ પ્રસિદ્ધ દાખલ શ્રી દેરાસરીના બુલબુલને છે જેમાં સાખી અને ગઝલનું સુંદર મિશ્રણ છે. બન્યો હું પ્રેમને બંદે – બીજે ચે નહી ઘધો !
કામકાજ સૂઝે નહીં, મન પ્રેમે મશગૂલ
તું મુજ સુંદર ગીતડું, હું તારું બુલબુલ, એના અનુકરણમાં બાલાશંકરનું “યાર શિરાઝી', લંબાણ ભયે નથી ઉતારતો. આવા મિશ્રણને સૌથી જટિલ દાખલો શ્રી. કે. હ. ધ્રુવના “કલમ કરનાર વનમાળીના ઉદ્ધાર” કાવ્યને અને “કવિ ચકારની લગની'ના કાવ્યને. આ પૈકી બીજા ઉપર “આપણી કવિતા સમૃદ્ધિ 'ના ટિપ્પણમાં વિગતવાર પૃથક્કરણ કરી ટીપ આપી છે એટલે અહીં વિશેષ કહેતા નથી. માત્ર એટલું કહીશ કે માત્ર પૃથકકરણથી સંવાદ સમજાતો નથી. વારંવાર પઠનથી જ સંવાદ સમજાય છે, અને આવાં કાવ્યોનો સંવાદ સમજાવા માટે હજી વધારે દાખલાની જરૂર છે.
- આ બધા દાખલામાં જોઈ શકાયું હશે કે આપણે પ્રાસનું વૈચિય પણ હમણાં પુષ્કળ સાધ્યું છે. પહેલાં પણ કવિઓ પ્રાસથી વિચિત્ય સાધતા. ઉદાહરણ તરીકે રત્નેશ્વરે માલિનીના ખંડોના પ્રાસ સાધ્યા છે. જેમ કે –
કૃશ તનુ મન ભાગે, હારને ભાર લાગે, વિરહ વિકળ થાયે, અંગ સૂકાતું જાયે,