________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય રમણભાઈએ ઇદ અને પ્રાસના વિસ્તૃત લેખમાં પ્રાસ વિશે પુષ્કળ કહેલું છે.
પણ આ કરતાં કાવ્યવિકાસના ઈતિહાસની દષ્ટિએ વધારે મહત્ત્વનો ફરક તે પ્રાસનો ત્યાગ છે. પ્રાસ સંસ્કૃત સાહિત્યમાં ક્યાંઈ નથી. એટલે સુધી કે તેને માટે સંસ્કૃત ભાષામાં શબ્દ નથી. આપણે સંસ્કૃત દેખાતો પ્રાસ શબ્દ વાપરીએ છીએ પણ એ સંસ્કૃત શબ્દ નથી. અનુપ્રાસ છે તેનો જુદો અર્થ થાય છે. પ્રાસનું સામ્રાજ્ય દેશી ભાષાઓમાં જ છે, અને જયદેવના ગીતગેવિંદ જેવાં સંસ્કૃત કાવ્યોમાં
જ્યાં પ્રાસ છે ત્યાં તે દેશની અસરથી ગયો છે. આપણે દેશી ભાષાઓની પ્રણાલિકા આખી લગભગ પ્રાસની જ છે. દેશી ભાષાઓમાં ગેયપ્રધાન રચનાઓ અને માત્રામેળ છન્દોને લીધે પ્રાસ આવશ્યક થઈ પડયો. વર્તમાન યુગ શરૂ થયો ત્યારે પ્રાસ કાવ્યને માટે આવશ્યક મનાતો હતો. દલપતરામે તે બરાબર પાળ્યો છે. એટલું જ નહિ, તેમને પ્રાસ પ્રિય હતા. અનુષ્યમાં તેમણે એકી ચરણે અને બેકી ચરણનો આસ પણ મેળવ્યો છે.
કાલે ઠેઠ નિશાળે જે, ગાળે વેલા પ વડે
મુંછાળે મૂખે મોટે , પસ્તાવામાં પછી પડે. તેમની પ્રાસની હથોટી પણ સુંદર હતી. તેમના પ્રાસો કયાંઈ કિલષ્ટ જણાશે નહિપણ નર્મદાશંકરમાં જેમ વૃત્તશથિલ્ય છે, તેમજ પ્રાસશથિલ્ય પણ છે. સદ્ગત હ. હ. ધ્રુવમાં સુંદર પ્રાસરચનાઓ તેમજ પ્રાસશિથિલ બન્નેના દાખલા મળી શકશે. પ્રાસની હથોટી વિનાના લેખકોએ ખરાબ પ્રાસા વાપર્યા પણ તેઓ પ્રાસને ત્યાગ ન કરી શક્યા, એ, કાવ્ય જેવી મુક્ત કલામાં પણ પ્રણાલિકાનું કેટલું બધું જેર છે તેને દાખલો છે. પ્રાસને ત્યાગ મણિભાઈ નભુભાઈ એ સૌથી પહેલો કરેલો જણાય છે. તેઓ સંસ્કૃતના સારા વિદ્વાન હતા અને સંસ્કૃત સાહિત્યના સંસ્કારથી તેમણે પ્રાસ છો હશે એ - ૯. કવિતા અને સાહિત્ય, વોલ્યુમ ૧ લું. કાવ્યચર્ચા. હe