________________
૪૮ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય પેલે છે તે એ હૃદય ધમતો શોક સઘળા,
જણાયે બીજાને, અસર વળી નાસા થથરવે.”૧૨ પ્રાસને ખુલ્લા મને ત્યાગ થોડા સમય પછી એટલે ૧૮૮૭માં પ્રસિદ્ધ થયેલ સરસ્વતીચંદ્ર ભા. ૧લામાં થયો. ત્યાં પણ કારણ તો, સંસ્કૃત વૃત્તોના સંસ્કારો જ માનવા જોઈએ, જે કે નહિતર પણ ગોવર્ધનરામભાઈનાં કાવ્યોમાં સુંદર પ્રાસા વિરલ જ મળે છે. તે પછી પ્રાસ વિનાની કવિતાઓ ઘણી થઈ છે. ખાસ કરીને તેને કલાપીએ વધારે લોકપ્રિય કરી છે. અત્યારે સંસ્કૃત વૃત્તોમાં કઈ પ્રાસની અપેક્ષા રાખતું નથી. જો કે તે સાથે કહેવું જોઈએ કે ગેય રચનાઓમાં પ્રાસની આવશ્યક્તા પહેલાં જેટલી જ અત્યારે પણ મનાય છે.
પ્રાસ છૂટી ગયો તેનું એક કારણ એ પણ ગણવું જોઈએ કે કાવ્યમાં ગેયતા આવશ્યક નથી એ આપણે સમજતા થયા. પ્રાસ ગમે તેમ તોપણ કાવ્ય-સંગીતની સંલગ્નતાનો અવશેષ છે. આ સંબંધ અનિત્ય સમજાય તે સાથે તેનાથી જ એક બીજે ફેરફાર એ થયો કે પંક્તિઓ ચચ્ચાર જ આવવી જોઈએ, એ આગ્રહ નીકળી ગયું. તેથી ૧૪ પંક્તિઓના સોનેટ થયા અને તેથી પણ આગળ જઈ ગમે તેટલી સંખ્યાની પંક્તિના સંદર્ભો–- Miltonic periods—જેને રમણભાઈ વાકય કહે છે અને પ્રે.. ઠાર પરિચ્છેદ કે વાયકલાપ કહે છે તે થયા. અત્યારે ઘણું લેખકે પંક્તિઓની એક કે બેકી સંખ્યાની દરકાર ન રાખતાં પંકિત સંદર્ભે રચે છે.
એટલું જ નહિઃ ત્રણ પંક્તિના લેકાના પણ પ્રયોગો થયા અને હું માનું છું કે તે સફળ થયા છે. વેદમાં ત્રિપદા ગાયત્રી હતી તે પછી સંસ્કૃત વાલ્મમાં ત્રણ પંક્તિને શ્લેક થયું નથી. તેમજ માત્રામેળ છંદોની પરંપરામાં પણ ક્યાંઈ ત્રિપદ છંદ નથી. અત્યારે એવા પ્રયોગો થયા છે. શ્રી પતીલના બે પ્રયોગો નીચે ઉતારું છું
૧૨. મને મુકર; ઉત્તરરામચરિત્ર, પૃ ૬૧.
૧૩. ગેય દેશીની અને લોકગીતની ત્રણ પંક્તિની કડીઓ હતી અને છે તે અહીં અપ્રસ્તુત છે.