________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
[ ૩૨ આ પ્રયોગ ઘણું જ પ્રિય થઈ ગયો અને તેને ઉપયોગ થી -હાનાલાલ નરસિંહરાવ અને બીજાઓએ પણ કર્યો છે. થોડા વખત પર પ્રસિદ્ધ થયેલા શ્રી સુન્દરમના એક કાવ્યમાંથી તેને જરા જુદા પ્રકારનો એક દાખલો આપું છું.
પ્રવાહો આછેરા,
કદી ઊંડા ઘેરા, વહેતા ઝાઝેરા તવ ગુણ નદીના ઉછળતા મહા વિધારણ, તટ તરુવરે ગાન કરતા સમૂહે પક્ષીના, મધુ કલર ન ભરતા
પથિક લઈ વિશ્રાનિત ઠરતા. મંદાક્રાન્તાના ખંડેની પણ ચિત્ર રચનાઓ થઈ છે જેનો માત્ર એક જ દાખલે કેટલાંક કાવ્યો ભા. ૧ લામાંથી આપું છું.
' ધીરા ધીરાં, ડાં ઘેર સુખ સુહવતા, વર્ષનાં દુઃખ વીત્યાં,
નાકે આવ્યું, ના કઈ ફહાવ્યું ગત પ્રિયજને, આદ્રતા શું નથી ત્યાં? અનાવૃત્ત સંધિવાળાં સંસ્કૃત વૃત્તોને પણ વિસ્તાર થઈ શકે છે. મહાકાવ્યોના ટીકાકાર મલ્લિનાથે એક છન્દને મહામાલિની કહેલો એ ખરું પણ તેને સંવાદ તો એક જ છે. છતાં, તેનું નામ શું રાખવું એ મારે મન એ મહત્ત્વનો પ્રશ્ન નથી. શિખરિણીની વિચિત્ર રચનાઓ જ બતાવવાને મારો અહી ઉદ્દેશ છે. અને તેમાં મણિશંકરની ઉગારની રચના પ્રથમ છે એટલું જ મારું અહીં વક્તવ્ય છે.
૬. મલ્લિનાથે કોઈ પિંગલને આધારે મહામાલિની નામ આપેલું છે પણ એ છત્ત્વનું સ્વરૂપ જોતાં તેમાં માલિનીનો વિસ્તાર નથી જણાત. મને તે તે એક પ્રકારને દંડક જ જણાય છે. મલ્લિનાથે શિશુપાલવધના ૧૧ માં સર્ગના છેલ્લા ૬૭મા શ્લોકના વૃત્તને મહા માલિની કહેલ છે. તે શ્લોકનું છેલ્લે ચરણ નીચે પ્રમાણે છે.
तव वरद करोतु सुप्रातमहामयं नायकः ॥ અને તેનું લક્ષણ મલિનાથ નીચે પ્રમાણે આપે છે.
यदिह नयुगलं ततो वेदरेफैमहामालिनी ॥