________________
૩ર !
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય. નહિ તદપિ કગ મુજને :
નયન નિરખે માત્ર તુજને
હરે દષ્ટિ વહાલી, સદય મૃદુ તારી જ રુજને. hall of this stanza being 37+ZET Frafit and the second che being ās રિવરિળી.
આમાં મણિશંકરે ખંડ શિખરિણી પહેલો લખ્યો અને કવિશ્રી નહાનાલાલે પછી લખ્યો, એ પૌવપર્યને પ્રશ્ન હોય તો એટલું જ કહેવાનું કે “ઉગાર” કાવ્ય ૧૮૯૦ માં લખાયેલું હતું (જુઓ પૂર્વાલાપ, કાવ્યાની આનુપૂવ પૃ. ૯૪) અને “મણિમય સેંથી” ( શ્રી. નરસિંહરાવ કહે છે તે. પ્રમાણે) ૧૮૯૮ માં લખાયું. એટલે ઉદ્ગાર પહેલું લખાયું તેમાં સંદેહ નથી. ઉદ્ગારની પદ્યરચના શુદ્ધ ખંડ શિખરિણું નહિ પણ અભ્યસ્ત શિખરિણી અને ખંડ શિખરિણી બન્નેનું મિશ્રણ છે એવું વક્તવ્ય હોય
પણ એ ધ્યાનમાં રાખવાનું છે કે શ્રી નરસિંહરાવ જેને ખંડ શિખરિણી અને અભ્યસ્ત શિખરિણી એવાં બે રૂપો કહે છે તે બેમાંથી એક પણ ક૬ ગાર પહેલાં અસ્તિત્વ ધરાવતું નહોતું, અને તે પછી થયાં. આ ઉપરથી અનુમાન કાઢવું હોય તે એવું નીકળે કે મણિશંકર માત્ર ખંડ શિખરિણીના જ નહિ પણ અભ્યસ્ત શિખરિણીના પણ પહેલા પ્રયોજક હતા.
શ્રી. નરસિંહરાવની ચર્ચા માત્ર પરિભાષા પૂરતી જ હોય. તેમનું વક્તવ્ય એટલું જ હોય કે ચરણ: અંદરના યતિથી શિખરિણીના જે બે ખડે પડે છે તેમને પહેલા જ બેવડાયા હોય ત્યારે તેને અસ્ત શિખરિણી કહે અને બીજે વડા હોય ત્યારે તેને ખડ શિખરિણી કહે. એવી નામગ્યવસ્થા રાખવી હોય તો તેમાં મારે એટલું જ કહેવાનું કે ઉદ્ગારની પદ્યરચનાને સંવાદ એક સમગ્ર છે, જેમ ઇન્દ્રવજી અને ઉપેન્દ્રવજાના મિશ્રણથી થતો ઉપજાતિ નો છ છે, એ છનું મિશ્રણ નથી, તેમ આને, ખંડ અને અભ્યરત શિખરિણીનું મિશ્રણ કહેવાને બદલે એક નામ ખંડ શિખરિણી આપીએ તો સારું. કાન્ત પોતે તેને એ નામ આપેલું છે (પૂર્વાલાપ પ્રથમ આવૃત્તિ પૃ. ૪૮ ), અને એ નામ ખોટું નથી. ખંડ શિખરિણું એટલે જેમાં શિખરિણીની આખી પતિને બદલે તેને એક ખંડ જ વપરાય છે, પછી તે યતિ પહેલાં ખંડ હોય કે યતિની પછીના ખડ હોય. એ બને ખંડેને આપણે પૃથક્કરણથી જુદા ઓળખી શકીશું