________________
૩૮ ].
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય આ અર્વાચીન સાહિત્યની બીજી વિશિષ્ટતા મેં છન્દોમાં મિશ્રણથી થતી ચિત્ર રચનાઓ કહી છે. આવું પહેલું મિશ્રણ, હું જાણું છું ત્યાં સુધી શ્રી નરસિંહરાવે કરેલું છે. “દિવ્ય ગાયકગણના કાવ્યમાં સિન્થની ઉક્તિમાં ઉપજાતિ વસંતતિલકાનું મિશ્રણ છે
તારા ગણેને મુજ વાળમાંહિ પરેવી અંધાર વિશે જ કાંઈ ગાજુ કરી નૃત્ય પ્રચંડ ગામે
સેવું હું તે પશ્નપૂરૂષ એ વિધાને. ઇન્દ્રવજ ઉપેન્દ્રવજા અને વસન્તતિલકા એક જ પ્રકારનાં વૃત્તો છે અને તેથી સ્વાભાવિક રીતે જ એક શ્લોકમાં તેનું મિશ્રણ સંવાદી બની જાય છે. આના કરતાં વધારે જટિલ એક પ્રયાગ સુન્દરમને છે તે નીચે ટાંકું છું –
એ ગીત ધારા
સંગીત ધારા પ્રચંડ રહેતી તવ કંઠથી જે, ને આંગળી રાગહરે ગુંથી જે,
એ મિષ્ટ ને ભદ્ર પ્રસન્ન ગાણું ઊગ્યાં સુકુન્ત પ્રિય પાઠક કૈક કહાણ.
પહેલાં હતું ના
હમણાં થતું ના એ ગીત ક્યાંથી પ્રગટયું ન જાણું, એ પ્રેરણું જીવનની શી માનું ?
અનંતનું ગીત અગમ્ય ન્યારું
ગાઇ ગયું ઘડિક, પાઠક ! બીન તારું, શ્લેકની પહેલી બે પંક્તિઓ ઇન્દ્રવજના પંચવણું ખંડની બનેલી છે, પણ તે ખંડની સ્વતંત્ર પંક્તિ બનતાં તેને અક્ષરમેળને બદલે માત્રામેળ કર્યો છે તે ધ્યાનમાં આવ્યું હશે.