________________
૨૮]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય -બીજુ સંવાદી સ્વરૂ૫ ર્યું જેનું નામ તેમણે ખંડ હરિગીત પાડ્યું છે. તેમણે નર્મદાશંકર હરિગીતનું સ્વરૂપ જરા જુદી રીતે મૂકી બતાવ્યું – જને હરિગીત –
દાદાલદા દાદાલદા દાદાલદા દાદાલદા નર્મદાશંકરી
દાલદાદા દાલદાદા દાલદાદા દાલદા તે ઉપરથી ખંડ હરિગીત – ૧
દાલદાદા દાલદા દાલદાદા દાલદા દાલદાદા દાલદા
દા દાલદાદા દાલદાર તે ઉપરાંત શુદ્ધ હરિગીતનાં બીજોની અનેક વિચિત્યમય રચનાઓ થાય છે
જે મિશ્ર હરિગીત ગણાય છે. આ પ્રયોગ પહેલો કોણે કર્યો તે જાણુમાં - નથી. પણ આના પહેલા પ્રયોગો સત બાબુરાવના સને ૧૯૦૦માં લખેલા “સ્નેહનું સ્વપ્ન” એ કાવ્યમાં, શ્રી ન્હાનાલાલ કવિના કેટલાંક કાવ્યો ભા. ૧ લાનાકે ઘંટારવ” કાવ્યમાં અને શ્રી ખબરદારના મેઘને એ કાવ્યમાં છે, જેમાંનો એક ખંડ હું નીચે ઉતારું છું.
ઓ મેઘ વૃષ્ટિ લાવજે તુજ રેલ અહિં રેલાવજે
ગડગડ કરી
ભડભડ કરી
રણવાદ્ય તુજ વગડાવજે!૨. જુઓ “ઘુવડ” કાવ્ય ઉપર ટિપણ નૂપુરઝંકાર. આ કાવ્ય પ્રથમ પ્રસિદ્ધ સં. ૧૯૬૩ માં.
૩. આ રચના માટે મિશ્ર હરિગીત નામ મને યોગ્ય લાગતું નથી. તેમાં હરિગીતથી ઇતર કઈ છન્દના બીજનું મિશ્રણ નથી. હું તો આને પણ ખંડ હરિગીતની એક વિશિષ્ટ રચના કહું, કેમકે આમાં હરિગીતની આખી પંક્તિને બદલે તેને એક ખંડ આવેલો છે. જુઓ ટીપ ૫. માં ખંડ શિખરિણી વિશેની ચર્ચા.
૪. પ્રસિદ્ધ સને ૧૯૦૩.