________________
૪].
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ૧૯૦૮માં પ્રસિદ્ધ કર્યો તેથી ઘણે પ્રકાશ પડે છે. ખરું કહીએ તો પિંગલનું શાસ્ત્રીય નિરૂપણ આ પ્રયત્નથી જ શરૂ થયું છે. તે પહેલાં પિંગલનું નિરૂપણ ગણના કૃત્રિમ વિભાગેથી થતું, જેથી છન્દના સંવાદનું રહસ્ય અને છન્દને વિકાસ અભ્યાસને નજરે ચડતો નહોતો. તેમના એ નિરૂપણ પછી પિંગળની ચર્ચાએ નવું જ સ્વરૂપ લીધું છે. મારા આ વિષયના અધ્યાપનના અનુભવથી હું કહી શકું છું કે આપણે શાળાના શિક્ષણ માટે પણ એમના જ ધોરણે પિંગલ બનાવી અભ્યાસક્રમમાં મૂકવું જોઈએ. દલપતરામના પિંગલે પિતાનું કામ હવે પૂરું કર્યું ગણીએ તો તેમાં દલપતરામને અન્યાય થતો નથી. "
આપણે ગયા વ્યાખ્યાનમાં લાવણ વિશે પ્રથમ કહ્યું છે. તે લાવણની જ એક સંવાદી રચના પ્રથમ જોઈ લઈએ. એ શ્રીયુત પતીલ'ના મારા પરના ખાનગી કાગળમાંથી હું મૂકું છું.
અપસોસ! હિમાચલ, સ્વર્ગ સાથ હસનારા ! શિરચંદ્ર શિવના સ્થાન, મહાબળ! દીઠે હે નહીં તને, હો વીર, સુણ યશ હારાર મહે નહિ જ આત્મને કાંઈ કૃતારથ કીધો, તુજ લઈ દશ્યના હાવ-અનેરો મીઠો; એ શુદ્ધ હદયના સંત સ્વસ્થ સુખયાલી ! હે હિંદ બાલુડાં કાજ ત્યાગ હા! લીધે,
હિંદ રક્ષવા ધરી પ્રચંડ સમાધી, હે હિંદ હિતાર્થે, હિન્દુ હિતાર્થે ભસ્મ શરીરે સાધી. શ્રીયુત “પતીલ” આને સ્પેન્સેરિયન પ્રયત્નબન્ધ તરીકે મને કાગળમાં ઓળખાવે છે, તે, આપણે છન્દના પ્રયત્નોની પ્રેરણા અત્યારે અંગ્રેજી કાવ્યસાહિત્યમાંથી મેળવીએ છીએ તેના એક વિશેષ પુરાવા તરીકે નેધું છું.