________________
૨૨ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ૧૮૮૬ પહેલાંથી ગુજરાતીમાં ઉતરવા માંડી, ત્યારે બંગાળી પધરચના માત્ર થોડાં જ વરસો ઉપર ગુજરાતીમાં આવી. તેનું કારણ બંગાળી ભાષાની ખાસિયત છે એમ હું માનું છું. બંગાળી ભાષામાં કંઈક અંગ્રેજી ભાષા જેવો પ્રયત્ન (accent) છે અને તેની બાઉલ ને બીજા દેશ્ય ઢાળ અને ગુજરાતી ઢાળો વચ્ચે આ ઉચ્ચારનો મટે અંતરાય છે. વરતુના ભાષાન્તર માટે પુસ્તકારૂઢ ભાષાનું જ્ઞાન બસ છે પણ કઈ ઢાળનું અનુકરણ કરવા માટે બોલાતી ભાષાનો નિકટ પરિચય જોઈએ. બંગાળીનો આ નિકટ પરિચય, મરાઠી હિંદીની અપેક્ષાએ આપણા ગુજરાતીઓને નહેતો જ એમ કહીએ તો ચાલે. એ બહેળો પરિચય હમણાં હમણમાં થયો. શ્રીયુત મહાદેવને મહાત્માજી સાથે અનેકવાર શાન્તિનિકેતન જવાનું થયું અને તેમણે જ સૌથી પહેલાં “એકલો જાને' અને ચિન્તા કર્યો ચાલશે ના' એ ગીત મૂળ રાહમાં ઉતાર્યા. તે પછી વિવાપીઠ સ્થપાતાં આ સંબંધ વધ્યો અને તેને પરિણામે બીજી . રચનાઓનું અનુકરણ શ્રી ઝીણાભાઈ દેસાઈએ કર્યું. તેમને એક જ દાખલો મૂકું છું –
વસન્ત
(રવિ બાબુના “જદિ તારે તાઈ ચિનિગ ને ઢાળ)
વીણા નીરવ જગાડી આ કોણે? કેણે આજે નૂતન છળે, ભર્યું જીવન આ આનન્દ –
વસને વસતે ? પષન વહે આતુર ગાને, જાગે તૃષા પ્રાણ પ્રાણે?
કળી જાગે નૂતન રંગે ભરી જીવન જે આનન્દ –
વસન્ત વસતે !