________________
૧. પદ્યરચનાના ફેરફારો
[ ૨૧ તેના ગાનમાં સંસ્કૃત વૃત્તની “પ્રૌઢિ” છે એમ તો હું નથી કહી શકતો. પણ મૂળ ગીતના સંગીતને તેમણે સુંદર વિસ્તાર કર્યો છે અને તેમાં વિવિધ્ય પૂર્યું છે એવી પ્રતીતિ તો થાય છે. પણ આ પ્રશ્ન પણ સંગીતને જ છે જેને મારા વિષયમાંથી મેં બાદ કર્યો છે.
ગઝલ વગેરેને પ્રયોગ પણ આ આધુનિક સાહિત્યના કાલમાં વધ્યો છે. પણ તે પ્રયોગો વર્તમાન સાહિત્યયુગમાં પ્રથમ થયા એમ નહિ કહી શકાય. કૃષ્ણરામે કળિકાળનું વર્ણન કર્યું છે તેમાં તે ફરિયાદ કરે છે કે :
ફારશિયાના હરફ વસ્યા વિપ્રની વાણે
ગજલ રેખતા તરફ, ગમતા દીઠા ગાણે. ગુજરાતમાં ૫૦૦ વરસ પહેલાં સ્વતંત્ર મુસલમાની રાજ્ય રસ્થપાયેલું. અને આપણું મુત્સદ્દી કમેને ફારસી સાહિત્યનો સારો અભ્યાસ હતો એ પ્રસિદ્ધ છે. એટલે ગજલ વગેરે છેલ્લાં ૫૦–૭૫ વરસનાં જ હોય એમ લાગતું નથી. રેખતા ભવાઈમાં પુષ્કળ ગવાય છે અને જો કે ભવાઈમાં અત્યારે પણ ઉમેરે પુષ્કળ થાય છે તે પણ રેખતા પિણે વરસની તે પહેલાં ભવાઈમાં પ્રવેશ પામ્યા હશે એમ જણાય છે. એ ગમે તેમ હોય. ગઝલનો શિષ્ટ સાહિત્યમાં બહોળો પ્રયોગ એ આધુનિક યુગનું જ લક્ષણ ગણાય. રણપિંગલમાં ગઝલોને સ્થાન મળ્યું તે પણ પિંગલને સ્વતંત્ર વિકાસ સૂચવે છે. અત્યારે ગઝલેના અનેક પ્રકારો ઘણા જ સૌકર્યથી આપણા લેખકો અને ગાયક પ્રયોજી શકે છે. તેનાં મિશ્રણે અને પ્રાસમાં આપણું લેખકોએ કેટલાક નવા પ્રયોગો કર્યા છે. '
ઉપર બતાવ્યા પ્રમાણે, જેમ મરાઠી સાહિત્યની અસરથી આપણા સાહિત્યમાં કેટલીક નવી પદ્યરચનાઓ આવેલી છે તેમ બંગાળી સાહિત્યના વધતા જતા પરિચયથી પણ નવી પદ્યરચનાઓ આપણા સાહિત્યમાં પ્રવેશ મેળવે છે. બંગાળી સાહિત્યની બીજી અસરોની અપેક્ષાએ આ અસર મોડી થઈ બંગાળી નવલકથાઓ